એર ઇન્ડિયાનાં લગભગ 250 કર્મચારીઓ બોમ્બે હાઈકોર્ટમાં કામ મેળવવા માટે સંપર્ક સાંધ્યો છે. કોરોના વાયરસનાં કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ, જેના કારણે આ કર્મચારીએ તેમની નોકરી ગુમાવી હતી અને હવે દરેક કામની શોધમાં ભટકી રહ્યા છે. આ બધા માટે આજીવિકાની મોટી સમસ્યા છે. પરિસ્થિતિ ઉભી થતાં એર ઈન્ડિયા લિમિટેડ વર્કર્સ યુનિયને હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે, જે અંગે બોમ્બે હાઈકોર્ટે બે અઠવાડિયામાં એર ઈન્ડિયા પાસે જવાબ માંગ્યો છે.
એર ઇન્ડિયા લિમિટેડ વર્કર્સ યુનિયનની પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, આ તમામ 250 કર્મચારીઓને 535 રૂપિયા દૈનિક વેતન મળતું હતું, આ બધાએ 200 દિવસ કામ કર્યું હતું, પરંતુ કોરોના કેહર પછી રોગચાળાએ આ કર્મચારીઓની આગળ આજીવીકાનું સંકટ સર્જ્યું છે. જણાવી દઇએ કે, આ તમામ કર્મચારીઓએ કેટરિંગ આસિસ્ટન્ટ, બેગેજ હેન્ડલર્સ, સિક્યોરિટી સ્કેનર્સ અને બસ ડ્રાઇવરો તરીકે કામ કર્યું હતું, હવાઈ સેવા શરૂ થયા પછી, આ કર્મચારીઓને કામ પર પાછા નથી બોલાવાયા, જ્યારે કાયમી અને કરાર કર્મચારીઓને કામ આપવામાં આવ્યું છે, તે આ તમામ કર્મચારીઓ સાથે અન્યાય છે.
આપને એ પણ જણાવી દઈએ કે, ભારતીય કોમર્શિયલ પાયલોટ એસોસિએશન દ્વારા એર ઇન્ડિયાનાં સીએમડી રાજીવ બંસલને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં પાઇલોટને પગાર નહીં આપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાયલોટ્સ કહે છે કે અમને એપ્રિલથી પગાર ફક્ત 30% જ મળી રહ્યો છે, અમને અમારો લગભગ 70% પગાર આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં પાયલોટ્સ એસોસિએશને પાઇલોટનો પગાર ઘટાડવાની સૂચિત યોજના સામે વાંધો વ્યક્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
