કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના જ એક ટ્વિટ દ્વારા ભાજપના મુખ્યમંત્રીઓના નિશાનમાં આવી ગયા છે. હવે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે નિશાન સાધ્યું છે. સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર ગુજરાત સરકારની પહેલને પોતાનો આઇડિયા ગણાવવાનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં, કોંગ્રેસ નેતાએ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા એક જિલ્લા, એક પ્રોડક્ટની પસંદગી કરવા માટે કરવામાં આવતા સર્વેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમણે થોડા સમય પહેલા જ સૂચન કર્યું હતું.
રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ આપતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત સરકારની પહેલની નકલ કરવાની અને તેને પોતાનો આઈડિયા જણાવી માર્કેટ કરવું તમને શોભા સ્પદ નથી. સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે મને અપેક્ષા નથી કે તમે બધુ જ જાણતા હસો. પરંતુ જે લોકો તમારી સ્ક્રિપ્ટ લખે છે તેઓ વધુ જાણકારી રાખતા હશે.

વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા આગળ લખ્યું છે કે ‘‘One defeat, One reinvention’ નીતિ વિશે તમે શું કહો છો. વિજય રૂપાણીએ ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના ટ્વિટનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. જેમાં તત્કાલિન મુખ્યમંત્રી નંદીબેન પટેલે 2016 માં એક ગામ એક પ્રોડક્ટ યોજના જાહેર કરી હતી.
સીએમ યોગીએ પણ નિશાન સાધ્યું હતું
शायद उनकी याददाश्त कमजोर हो गई है या है ही। थोड़ा जोर डालेंगे तो याद आ जाए।@BJP4UP के 2017 विधानसभा चुनाव के घोषणा पत्र में हर जिले के स्थानीय उत्पाद को बढ़ावा देने की बात कही गयी थी।
आज यह योजना छोटे उद्योगों और स्थानीय कामगारों के लिये वरदान साबित हो रही है।
— Yogi Adityanath (@myogiadityanath) July 25, 2020
