રાષ્ટ્રીય એન્ટિ-ડોપિંગ એજન્સીએ બુધવારે વેઇટલિફ્ટર સરબજિત કૌરને એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ગણાવી હતી. સરબજિત ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ છે. તેના પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 28 ડિસેમ્બરે કોમનવેલ્થ ગેમ્સ 2017 માં રજત પદક જીતનાર વેઇટલિફ્ટર સીમા પણ ડોપ પરીક્ષણમાં નિષ્ફળ ગઇ હતી. તેમના પર પણ 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પંજાબના સરબજિતે ફેબ્રુઆરી 2019 માં મહિલાઓની 71 કિગ્રા કેટેગરીમાં રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. આ વર્ષે વિશાખાપટ્ટનમમાં યોજાયેલી 34 મી રાષ્ટ્રીય વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ દરમિયાન નાદા દ્વારા તેના નમૂના લેવામાં આવ્યો હતો.
National Anti-Doping Agency: Anti-Doping Disciplinary Panel has found weightlifter Sarbjeet Kaur guilty of anti-doping rule violation. Penalty of ineligibility for a period of 4 years imposed. She was tested positive earlier following intake of prohibited non specified substance pic.twitter.com/RrEUHnPDO0
— ANI (@ANI) January 8, 2020
ભૂતપૂર્વ ઓલિમ્પિયન બોક્સર સુમિત સંગવાન પણ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો છે. 27 ડિસેમ્બરે નાદાએ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. 2012ના લંડન ઓલિમ્પિકમાં ઉતરનાર સુમિતને ઓક્ટોબરમાં નાદા દ્વારા નમૂના લેવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સની રજત પદક વિજેતા સુમિત પણ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ઉતરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
