ત્રિપુરાનાં મુખ્ય પ્રધાન બિપ્લબ દેવે દેશમાં ચાલી રહેલા લોક ડાઉનને લઇને એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હાલમાં તેમની સરકારનો લોકડાઉનને દૂર કરવાનો કોઈ ઈરાદો નથી. દેવે ગુરુવારે કહ્યું હતું કે, રાજ્યમાંથી સંપૂર્ણ લોકડાઉન ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે કોરોના વેક્સીન આવી જશે અને ચેપનો ભય ન રહે. આપને જણાવી દઇએ કે, ત્રિપુરામાં અત્યાર સુધી કોરોના ચેપનાં બે કેસ નોંધાયા છે અને બંને દર્દીઓ પણ સ્વસ્થ થઇ ગયા છે.
રાજ્યમાં સર્વપક્ષીય બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોવિડ-19 રસી બહાર ન આવે ત્યાં સુધી રાજ્યમાં લોકડાઉન ચાલુ રહેશે. થોડી છૂટછાટ મળશે પરંતુ લોકડાઉન દૂર કરવામાં આવશે નહીં. મુખ્ય પ્રધાન બિપ્લબ દેવે કહ્યું કે, કોરોના ચેપને રોકવાનો એક માત્ર માર્ગ લોકડાઉન છે. આ ક્ષણે બસ, ટ્રેન અથવા હવાઈ સેવા શરૂ કરવી અશક્ય છે. લોકોએ જીવનનાં ભાગ રૂપે લોકડાઉન સ્વીકારવું જોઈએ. આપને જણાવી દઇએ કે, સર્વપક્ષીય બેઠકમાં સમાવિષ્ટ 18 પક્ષોએ મુખ્યમંત્રીનાં નિર્ણયને સમર્થન આપ્યું છે. કોરોના વાયરસની રસી બનાવવા માટે વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે પરંતુ તે હજી સુધી સફળ થયુ નથી. અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન સહિતનાં ઘણા દેશોમાં સંશોધન થઈ રહ્યા છે. બધા દાવા હોવા છતાં, ઘણા લોકો એવું પણ માને છે કે રસી ખૂબ જલ્દી આવે તેવી આશા નથી. જો કે, કેટલીક સંસ્થાઓએ રસી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં બનાવવાનો દાવો કરી રહી છે.
આપને જણાવી દઇએ કે, દેશ અને વિશ્વમાં કોરોના વાયરસનું જોખમ વધી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 33 હજારને વટાવી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા ગુરુવારે વધીને 33,050 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 1,074 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હાલમાં 23,651 એક્ટિવ કેસ છે એટલે કે આ લોકોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. વળી 8,325 દર્દીઓ ઠીક થયા છે અને તેઓ અત્યાર સુધીમાં ઠીક થઇને ઘરે પહોંચી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
