Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 10 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં લોકડાઉન હટાવ્યા બાદથી સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે.  ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા હવે ત્રણ લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, મહત્તમ 10,956 નવા દર્દીઓ સામે આવ્યા છે, અને દિવસમાં મહત્તમ 396 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. ભારતમાં દર્દીઓની […]

India

દેશમાં લોકડાઉન હટાવ્યા બાદથી સતત કોરોનાનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓમાં વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે.  ભારતમાં કોરોનાવાયરસ પીડિતોની કુલ સંખ્યા હવે ત્રણ લાખની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, મહત્તમ 10,956 નવા દર્દીઓ સામે આવ્યા છે, અને દિવસમાં મહત્તમ 396 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે.

ભારતમાં દર્દીઓની કુલ સંખ્યા 2,97,535 પર પહોંચી ગઈ છે, જેમાંથી 1,47,195 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જેના કારણે ભારતમાં રિકવરી દર 49.47 ટકા થઈ ગયો છે. હાલમાં દેશમાં કુલ 1,41,842 સક્રિય કોરોનાનાં કેસ છે, જ્યારે આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં કુલ 8,498 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.