Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 13 હજારથી વધુ કેસ

એક દિવસમાં દેશમાં કોરોના વાયરસનાં 13,587 નવા કેસ મળ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3 લાખ 80 હજારને પાર કરી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં ચેપનાં કારણે 12,573 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 336 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલમાં 3,80,532 કોરોનાનાં પોઝિટિવ કેસ છે, […]

India

એક દિવસમાં દેશમાં કોરોના વાયરસનાં 13,587 નવા કેસ મળ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 3 લાખ 80 હજારને પાર કરી ગઈ છે. આ સિવાય અત્યાર સુધીમાં ચેપનાં કારણે 12,573 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 336 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલમાં 3,80,532 કોરોનાનાં પોઝિટિવ કેસ છે, જેમાંથી 1,63,248 સક્રિય કેસ છે અને 2,04,711 નો ઇલાજ થયો છે. પાછલા એક દિવસમાં, 1,76,959 લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર હજી પણ કોરોના વાયરસનાં સૌથી વધુ કેસોમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,20,504 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 53,915 સક્રિય દર્દીઓ છે. 60,838 લોકો ચેપને માત આપવામાં સફળ રહ્યા છે અને 5,751 લોકોએ પોતાનો જીલ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.