Not Set/ કાનપુર ગવર્નમેન્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ગૃહમાં 57 છોકરીઓ કોરોના પોઝિટિવ, 7 ગર્ભવતી અને…

યુપીનાં કાનપુર સ્થિત ગવર્નમેન્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ગૃહમાં 57 છોકરીઓ કોરોના વાયરસ સંક્રમિત હોવાની જાણ થતા ચકચાર મચી ગયો છે. આટલું જ નહીં, 7 છોકરીઓ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બે છોકરીઓ એચ.આઈ.વી અને હેપેટાઇટિસથી પણ પીડિત છે. સંરક્ષણ ગૃહમાંથી આ સનસનાટીભરી માહિતી બહાર આવ્યા બાદ હંગામો થયો હતો. જો કે, […]

India

યુપીનાં કાનપુર સ્થિત ગવર્નમેન્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ગૃહમાં 57 છોકરીઓ કોરોના વાયરસ સંક્રમિત હોવાની જાણ થતા ચકચાર મચી ગયો છે. આટલું જ નહીં, 7 છોકરીઓ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બે છોકરીઓ એચ.આઈ.વી અને હેપેટાઇટિસથી પણ પીડિત છે. સંરક્ષણ ગૃહમાંથી આ સનસનાટીભરી માહિતી બહાર આવ્યા બાદ હંગામો થયો હતો. જો કે, શેલ્ટર હોમ વતી કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી છોકરીઓ અહીં આવ્યા પહેલા ગર્ભવતી હતી.

આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, વિભાગીય કમિશનર ડો. સુધીર એમ. બોબડેની સૂચનાથી જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.બ્રહ્મા દેવ રામ તિવારીએ સમગ્ર કેસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે શેલ્ટર હાઉસમાં 57 છોકરીઓ કોરોના પોઝિટિવ મળી આવી છે. 7 છોકરીઓ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે, આમાંથી 5 ગર્ભવતી છોકરીઓને કોરોના છે. જ્યારે બે યુવતીઓને કોરોનાનો ચેપ લાગ્યો નથી. ગર્ભવતી અને કોરોના ચેપ લાગતી યુવતીઓને આગ્રા, એટા, કન્નૌજ, ફિરોઝોબાદ, કાનપુર બાળ કલ્યાણ સમિતિ દ્વારા અહીં મોકલવામાં આવી છે. એટલું જ નહીં, આ સાત છોકરીઓ શેલ્ટર હોમ પહોંચ્યા પહેલા જ કોરોના સંક્રમિત હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.