Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14,933 નવા કેસ, રિકવરી દર પહોંચ્યો…

ભારતમાં કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. અહીં રોજ નવા નવા રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. 23 જૂન મંગળવારે સવારે, દેશમાં 24 કલાકની અંદર કોવિડ-19 નાં નવા 14,933 કેસ નોંધાયા છે અને આની સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 4,40,000 ને વટાવી ગઈ છે. અત્યાર સુધીમાં દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. આ […]

India

ભારતમાં કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે. અહીં રોજ નવા નવા રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. 23 જૂન મંગળવારે સવારે, દેશમાં 24 કલાકની અંદર કોવિડ-19 નાં નવા 14,933 કેસ નોંધાયા છે અને આની સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 4,40,000 ને વટાવી ગઈ છે.

અત્યાર સુધીમાં દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,40,215 થઈ ગઈ છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 2,48,190 લોકો ઠીક થયા છે. વળી દેશમાં અત્યાર સુધીમાં 14,011 લોકોનાં મોત નીપજ્યાં છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 14,933 નવા કેસ થયા છે, જ્યારે આ 24 કલાકમાં 312 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં દેશમાં કોરોનાનો રિકવરી દર 56.37% ચાલી રહ્યો છે.