દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, ભારતની સ્થિતિ બાકીનાં વિશ્વ કરતા ઘણી સારી છે. તેમણે ડો.જોસેફ માર થોમા મેટ્રોપોલિટનનાં 90 માં જન્મજયંતિ સમારોહમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ વાત કહી હતી. ભારત અને વિદેશનાં માર થોમા ચર્ચનાં ઘણા અનુયાયીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. વડા પ્રધાને કહ્યું કે, ‘લોકડાઉનનાં કારણે સરકાર અને લોકો દ્વારા લડવામાં આવતી લડતમાં ઘણી પહેલ કરવામાં આવી હતી, અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતમાં રિકવરી દર વધી રહ્યો છે.
તેમણે કહ્યું, “અમે નિર્ણયો દિલ્હીની આરામદાયક સરકારી કાર્યાલયોમાંથી નહીં પરંતુ જમીન પરનાં લોકોનાં પ્રતિસાદ બાદ લીધા છે.” વડા પ્રધાને કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં કેટલાક લોકોએ આગાહી કરી હતી કે ભારતમાં વાયરસની અસર ખૂબ ગંભીર હશે. પરંતુ લોકડાઉનનાં કારણે લેવામાં આવેલા પગલાઓને કારણે ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં સારી છે. વડા પ્રધાને તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે માર થોમા ચર્ચે ભારતીઓનાં જીવનમાં સકારાત્મક તફાવત લાવવાનું કામ કર્યું છે. તેમણે શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા ક્ષેત્રોમાં કામ કર્યું છે. ભારત હંમેશાં ઘણા સ્રોતોથી આધ્યાત્મિક પ્રભાવ માટે ખુલ્લું રહ્યું છે. ડો.જોસેફ માર થોમાએ તેમનું જીવન ફક્ત આપણા સમાજની જ નહીં પરંતુ રાષ્ટ્રની સુખાકારી માટે પણ સમર્પિત કર્યું છે.
Earlier this year, some people had predicted that the impact of the virus in India would be very severe. Due to lockdown, many initiatives taken by the Government and a people-driven fight, India is much better placed than many other nations. India’s recovery rate is rising: PM pic.twitter.com/hnWOgomSyB
— ANI (@ANI) June 27, 2020
