જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની હરકતોને બંધ કરવાનું નામ નથી લઇ રહ્યા. આ કડીમાં આજે સવારે ફરી એકવાર આતંકવાદી હુમલો સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર કરવામાં આવ્યો હતો. સોપોરનાં મોડેલ ટાઉન વિસ્તારમાં આતંકીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પર હુમલો કર્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં સીઆરપીએફનાં જવાનનું મોત નીપજ્યું છે. વળી, એક નાગરિકનું પણ મોત નીપજ્યું છે. આ હુમલામાં ત્રણ સૈનિકો ઘાયલ પણ થયા હતા. આ હુમલા દરમિયાન પોલીસ દ્વારા ત્રણ વર્ષનાં બાળકને ગોળી વાગવાથી બચાવી લેવામાં આવ્યો છે.
ન્યુઝ એજન્સી એએનઆઈએ જમ્મુ-કાશ્મીર પોલીસને ટાંકીને જણાવ્યું છે કે, સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન પોલીસે એક 3 વર્ષનાં બાળકને ગોળીઓની ઝપટમાં આવવાથી બચાવી લીધો છે. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. મળી રહેલી માહિતી મુજબ બંને તરફથી ભારે ફાયરિંગ ચાલી રહ્યુ છે.
Police rescued a 3-year-old boy from getting hit by bullets during the terrorist attack in Sopore: Jammu & Kashmir Police https://t.co/T5hGdXkRAs pic.twitter.com/JaoSjrzsOD
— ANI (@ANI) July 1, 2020
