Demonetisation/ દેશમાં ફરી પાછી આવી શકે છે નોટબંધી?

દેશમાં એકવાર ફરી 2016 નું પુનરાવર્તન થવા જઇ રહ્યુ હોય તેવા સંકેત મળી રહ્યા છે. દેશમાં ફરી પાછી નોટબંધી આવી શકે છે.

Business

દેશમાં એકવાર ફરી 2016 નું પુનરાવર્તન થવા જઇ રહ્યુ હોય તેવા સંકેત મળી રહ્યા છે. દેશમાં ફરી પાછી નોટબંધી આવી શકે છે. આ નોટબંધીમાં 100 રૂપિયાની જૂની નોટો બંધ થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે, માર્ચ-એપ્રિલમાં રૂપિયા 100 ની નોટ પરત લેવાનાં RBI નાં સંકેત છે. જો કે હજુ સત્તાવાર જાહેરાત કરવાની છે બાકી છે. પરંતુ સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એપ્રિલથી રૂપિયા 100 ની જુની નોટ ચલણમાં નહીં રહે. આ સાથે 10 અને 5 રૂપિયાની જૂની નોટ પણ પરત લેવાઈ શકે છે. એપ્રિલ મહિનાથી 5,10 અને 100ની જૂની નોટો ધીમે ધીમે બંધ થઈ શકે છે. આ જૂની નોટો પાછલા 6 વર્ષથી પ્રિન્ટ કરાઈ છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, RBI 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે પરત લેવાની યોજના બનાવી રહી છે. આ માહિતી ભારતીય રિઝર્વ બેન્કનાં સહાયક મહાપ્રબંધક (એજીએમ) મહેશે આજે તા. 22 જાન્યુઆરીનાં રોજ આપી હતી. ભારતીય રિઝર્વ બેન્કનાં સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે બેંક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વક્તવ્ય દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની ચલણી નોટની જૂની સિરીઝ ચલણમાંથી બહાર  કરવામાં આવશે. જૂની સિરીઝની નોટ હજુ માન્ય જ છે. પરંતુ માર્ચ અથવા એપ્રિલમાં આ નોટોની કેટલીક સિરીઝને ચલણમાંથી બહાર કરવામાં આવશે. વધુમાં તેમણે  કહ્યુ કે, સિક્કાની માન્યતા અંગે જે અફવાઓ ફેલાઈ રહી છે તે અંગે બેંકોએ લોકોને જાગૃત કરવા જોઈએ. બેંકે લોકોને રૂ.10 નાં સિક્કા સ્વીકારતા કરવાની રીત શોધી કાઢવી જોઈએ.

Gujarat: લો બોલો!! હવે લાખો રૂપિયાનાં વિકાસનાં કામોમાં પણ ગેરરીતી

Crime: ગુજરાત ATS ને મોટી સફળતા, સમગ્ર દેશમાં ઓઇલ ચોરી કરનારા સંદીપ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડ્યો

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…