ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. હવે કેનેડાએ ભારત માટે તેની અપડેટ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે, સુરક્ષાની સ્થિતિને કારણે લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
કેનેડાની અપડેટ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,અનપેક્ષિત સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની મુસાફરી ટાળો. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ તથા અંદરની મુસાફરીનો સમાવેશ થતો નથી.
"Avoid all travel to the Union Territory of Jammu and Kashmir due to the unpredictable security situation. There is a threat of terrorism, militancy, civil unrest and kidnapping. This advisory excludes travelling to or within the Union Territory of Ladakh," says Canada in its… pic.twitter.com/AxV7aZ18q3
— ANI (@ANI) September 19, 2023
કેનેડાના પીએમ ટ્રુડોએ શું કહ્યું?
કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે, કેનેડા એક શીખ અલગતાવાદી નેતાની હત્યાના સંબંધને લઈને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે તપાસે અને તેને ગંભીરતાથી લે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આને ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યા.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે જૂનમાં કેનેડાના એક અગ્રણી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર પર કેનેડાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે બે અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલામાં તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: Surveillance Boulder/ લદ્દાખમાં ‘પથ્થરો’ પણ દુશ્મનો પર રાખશે ચાંપતી નજર
આ પણ વાંચો: સાવધાન/ ‘સ્ક્રબ ટાઈફસ’થી દેશમાં 15 લોકોના મોત, શું છે તેના લક્ષણો અને કેવી રીતે બચવું?
આ પણ વાંચો: Weather Update/ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ, આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ
