Not Set/ મકરસંક્રાંતિ/ ઉતરાયણનાં દિવસે પતંગ ઉડાડવાની પરંપરાની સાથે સાથે આ પણ જાણીએ !!

મકરસંક્રાંતિ – ઉતરાયણના દિવસે પતંગ ઉડાડવાની પરંપરા વિશેષરૂપે ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસે અગાસી-ધાબા પર ચઢીને પતંગ ચગાવવામાં આવે છે જ્યારે અન્ય પ્રદેશો તથા વિદેશમાં અલગ-અલગ સમયે પતંગ ઉડાવવામાં આવે છે. સૂર્ય પર આધારિત મકરસંક્રાંતિને હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. પુરાણો […]

Navratri 2022

મકરસંક્રાંતિ – ઉતરાયણના દિવસે પતંગ ઉડાડવાની પરંપરા વિશેષરૂપે ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસે અગાસી-ધાબા પર ચઢીને પતંગ ચગાવવામાં આવે છે જ્યારે અન્ય પ્રદેશો તથા વિદેશમાં અલગ-અલગ સમયે પતંગ ઉડાવવામાં આવે છે. સૂર્ય પર આધારિત મકરસંક્રાંતિને હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ આપવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. પુરાણો અનુસાર મકરસંક્રાંતિનું પર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, આદ્યશક્તિ અને સૂર્યદેવની આરાધના તથા ઉપાસનાનું પાવન વ્રત છે. જે તન, મન અને આત્માને શક્તિ પ્રદાન કરે છે. મકરસંક્રાંતિ સૂર્યદેવતા સાથે સંબંધિત છે. સૂર્યદેવ આત્માના કારક છે. સંત-મર્હિષઓ અનુસાર તેના પ્રભાવથી મનુષ્યની આત્મા શુદ્ધ થાય છે. સંકલ્પશક્તિ વધે છે. મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં અલગ-અલગ પ્રકારે મનાવવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉતરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે, ઉતરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવતા ઉતરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃ જન્મ લેવો પડે છે. સૂર્યના ઉતરાયણ થયા પછી દેવોની બ્રહ્મમુહૂર્ત ઉપાસનાનો પુણ્યકાળ શરૂ થઈ જાય છે. આ કાળને જ પરા-અપરા વિદ્યાની પ્રાપ્તિનો કાળ કહેવામાં આવે છે. તેને સાધનાનો સિદ્ધિકાળ પણ કહેવામાં આવ્યો છે. આ કાળમાં દેવપ્રતિષ્ઠા, ગૃહનિર્માણ, યજ્ઞાકર્મ વગેરે જેવાં શુભ કાર્યો કરી શકાય. મકરસંક્રાંતિના એક દિવસ પહેલાંથી જ વ્રત-ઉપવાસ કરીને યોગ્ય પાત્રને દાન આપવું.

ગુજરાત અને એમાં પણ ગુજરાતનાં તમામ મહાનગરોમાં ઉતરાયણનાં પર્વ પર લોકો વહેલી સવારે ધાબા પર ચઢી જાય છે અને પંતગ ચગાવે છે. સાથોસાથ શેરડી, બોર, જીંજરા, ચીકી, મમરાનાં લાડું ખાઈ પણ આનંદ માણે છે. મકરસંક્રાંતિનાં દિવસે મોટાભાગનાં ઘરોમાં ઊંધિયું અને ખીચડો રાંધવામાં આવે છે. જલેબી, શીખંડ, પૂરણપોળી અને બાસુંદી જેવી મિષ્ટાનો જમવામાં આવે છે. એકંદરે રાજકોટમાં મકરસંક્રાંતિ ઉતરાયણનો તહેવાર બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.