Not Set/ અયોધ્યા કેસ પર ચુકાદા પહેલા કેન્દ્ર સરકારનું એલર્ટ, રાજ્યસરકારને તમામ ગતિવિધી પર નજર રાખવા આદેશ

અયોધ્યા કેસ પર ચુકાદાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇ આ મહિનાની 17 તારીખે નિવૃત્ત થવાના છે તે પહેલા અયોધ્યા કેસનાં ચુકાદાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઇ ચૂકી છે અને રાજ્ય સરકારને પણ તકેદારીનાં ભાગરૂપે ઇનપુટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે શાંતિ અને સૌહાર્દ બની રહે તે હેતુસર […]

India

અયોધ્યા કેસ પર ચુકાદાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ચીફ જસ્ટીસ રંજન ગોગાઇ આ મહિનાની 17 તારીખે નિવૃત્ત થવાના છે તે પહેલા અયોધ્યા કેસનાં ચુકાદાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઇ ચૂકી છે અને રાજ્ય સરકારને પણ તકેદારીનાં ભાગરૂપે ઇનપુટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે શાંતિ અને સૌહાર્દ બની રહે તે હેતુસર નફરત ફેલાવતા 20 લાખ જેટલા વોટ્સ અપ ગ્રૂપ બંધ કરાવ્યા છે. તો આ ઉપરાંત અયોધ્યા હંગામી જેલ પણ ઉભી કરી હતી.

Related image

સરકાર ટ્વિટર, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ જેવા એપ પર પણ નજર રાખી રહી છે. ગૃહમંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે કે દેશમાં ક્યાંય પણ કોઈ ઘટના થવી જોઈએ નહીં. આ માટે સંવેદનશીલ વિસ્તારમાં પૂરતી માત્રામાં સુરક્ષાદળ ગોઠવવા તથા તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખવા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.