Nirmala Sitharaman in Rajya Sabha: સેન્ટ્રલ ટેક્સ સત્તાવાળાઓએ ગુજરાતમાં છેલ્લા ચાર નાણાકીય વર્ષો દરમિયાન GST ચોરીના 12,803 કેસ નોંધ્યા છે અને 101 લોકોની ધરપકડ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી. સીતારમને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં, નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન (31 ઓક્ટોબર, 2024 સુધી), કેન્દ્રીય કર માળખા દ્વારા નોંધાયેલા GST ચોરીના કેસોની સંખ્યા 12,803 છે.”
CGSTની કલમ 69ની જોગવાઈઓ હેઠળ 101 લોકોની ધરપકડ કરવામાં આવી છે
30 ઓક્ટોબર, 2024 સુધી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં GST ચોરીના કેસોની સંખ્યા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં, IPC (હવે ભારતીય ન્યાય સંહિતા, 2023) હેઠળ ત્રણ FIR નોંધવામાં આવી હતી અને આ FIRમાં આઠ લોકોના નામ સામેલ છે.
કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે GST ચોરીના કેસોમાં CGST એક્ટ, 2017ની કલમ 69 ની જોગવાઈઓ હેઠળ 101 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યસભામાં એક અલગ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં GST કલેક્શનની વિગતો આપી હતી.
2023-24માં ગ્રોસ GST કલેક્શન રૂ. 20.18 લાખ કરોડ હતું
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2023-24માં GST કલેક્શન 20.18 લાખ કરોડ રૂપિયા હતું. 2.08 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. 2022-23માં GSTની કુલ આવક રૂ. 18.08 લાખ કરોડ હતી અને રૂ. 2.20 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા.
નાણાકીય વર્ષ 2021-22 અને 2020-21માં ગ્રોસ કલેક્શન રૂ. 14.83 લાખ કરોડ અને રૂ. 11.37 લાખ કરોડ હતું. આ બે વર્ષમાં અનુક્રમે રૂ. 1.83 લાખ કરોડ અને રૂ. 1.25 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-ઓક્ટોબર)માં ગ્રોસ GST કલેક્શન રૂ. 12.74 લાખ કરોડ હતું, જ્યારે રૂ. 1.47 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. નેટ GST કલેક્શન રૂ. 11.27 લાખ કરોડ રહ્યું હતું.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને મોટી જવાબદારી સોંપાઈ
આ પણ વાંચો:અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?
આ પણ વાંચો:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ