Dubai: ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy)ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવી ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ સાથે, ભારતીય ટીમે પોતાનો રેકોર્ડ ચોથો ICC ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતવામાં સફળતા મેળવી છે. આ ટુર્નામેન્ટનું યજમાન પાકિસ્તાન હતું. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે મેચ સમાપ્ત થયા પછી સમારોહમાં કોઈ પાકિસ્તાની અધિકારી હાજર નહોતા, જેના કારણે હવે હોબાળો મચી ગયો છે.
)
રવિવારે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલના સમાપન સમારોહ દરમિયાન ICC દ્વારા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને સ્ટેજ પર આમંત્રણ ન આપવામાં આવતા વિવાદ શરૂ થયો હતો. એક સૂત્રએ જણાવ્યું હતું કે PCBના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ ગ્રાઉન્ડ પર હાજર હતા પરંતુ તેમને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે ટુર્નામેન્ટ ડિરેક્ટર પણ છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, ‘PCBના અધ્યક્ષ મોહસીન નકવી દુબઈ જઈ શક્યા ન હતા કારણ કે તેમની પાસે ગૃહમંત્રી તરીકે કેટલીક વ્યસ્તતાઓ હતી, પરંતુ PCBના સીઈઓને ફાઇનલ અને ઇનામ વિતરણમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલવામાં આવ્યા હતા.’ તેમણે કહ્યું કે કોઈ કારણસર કે ગેરસમજને કારણે, તેમને તે મંચ પર બોલાવવામાં આવ્યા ન હતા જ્યાંથી ICCના પ્રમુખ જય શાહ, BCCIના પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા.

યજમાન પાકિસ્તાનના કોઈ પ્રતિનિધિ સ્ટેજ પર હાજર નહોતા. PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવી શકે છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ નહોતા.’ પાકિસ્તાન યજમાન હતું. મને સમજાતું નથી કે PCB માંથી કોઈ ત્યાં કેમ નહોતું.
આ પણ વાંચો:LIVE: યજમાન પાકિસ્તાન, ‘ચેમ્પિયન’ ભારત, વિનિંગ શોટ ‘સર જાડેજા’નો
આ પણ વાંચો:જો ફાઇનલ મેચ ટાઇ થાય તો કોણ વિજેતા બનશે, ICC ના નિયમો શું છે, અહીં જાણો
આ પણ વાંચો:સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાની યોજના બરબાદ, રોહિત-ગૌતમનો ICCનો પ્લાન નિષ્ફળ!
