અભિનેતા સલમાન ખાન અને તેની બહેન અલવીરાને ચંડીગઢ પોલીસે પાઠવ્યું સમન્સ
ચંદીગઢ પોલીસે બોલીવુડના અભિનેતા સલમાન ખાન અને તેની બહેન અલવીરા ખાનને ગુરુવારે એક કથિત બનાવટી કેસમાં સમન્સ પાઠવ્યું છે. આ સાથે તેની સાથે સંકળાયેલા અન્ય સાત લોકોને પણ નોટિસ પાઠવવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચંદીગઢ એસપી કેતન બંસલે કહ્યું કે, “તેમને 13 જુલાઇ સુધી જવાબ આપવા માટેનો સમય આપવામાં આવ્યો છે. જો આમાં કોઈ ગુનાહિત હોય તો કાર્યવાહી કરવામાં આવશે.”
સલમાન ખાન અને અન્ય લોકોને મોકલેલી પોલીસ નોટિસ પર ઉદ્યોગપતિ અરુણ ગુપ્તાએ કહ્યું- “બીઇંગ હ્યુમનનાં બે કર્મચારીઓએ મને ફ્રેન્ચાઇઝી ખોલવાનું કહ્યું. અમે તેમાં સહમત થયા. તેમણે કહ્યું કે અમારે 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું છે. તેમણે એમ કહીને દબાણ શરૂ કર્યું કે સલમાન ખાન શો રૂમના ઉદઘાટન સમયે આવશે.
Chandigarh police summon Bollywood actor Salman Khan, his sister Alvira Khan and 7 others associated with Being Human in an alleged case of fraud.
"They have been given till July 13 to reply. If there's anything criminal, action will be taken," Chandigarh SP Ketan Bansal. pic.twitter.com/Ye2dI97aN5
— ANI (@ANI) July 8, 2021
અરુણ ગુપ્તાએ વધુમાં કહ્યું- શોરૂમ ખુલ્યા પછી અમને કોઈ સપોર્ટ નથી મળ્યો. તેમણે અમને સલમાન ખાનની સાથે મુલકાત અને અભિનંદન આપવા કહ્યું હતું. હું તેમને મળ્યો અને તેમણે અમને વચન આપ્યું. પરંતુ દોઢ વર્ષ બાદ પણ મને કંઈ મળ્યું નથી. સલમાન ખાને મારા પત્રોનો જવાબ પણ આપ્યો ન નથી.
ચંદીગઢના ઉદ્યોગપતિ અરૂણ ગુપ્તાએ પોલીસને કરેલી ફરિયાદમાં સલમાન ખાન સહિત દરેક પર આરોપ લગાવ્યો છે કે રોકાણના નામે કરોડોનો ખર્ચ કર્યા પછી માલ નહીં મોકલીને છેતરપિંડી કરી છે. ફરિયાદી અરૂણ ગુપ્તાએ જણાવ્યું હતું કે તેણે અભિનેતા સલમાન ખાનના કહેવા પર મણિમાજરાના એનએસી વિસ્તારમાં એક મોટો શોરૂમ ખોલ્યો હતો. સલમાન ખાનની કંપનીના નિયમો હેઠળ સજાવટ અને સંચાલન માટે તેમણે લગભગ ત્રણ કરોડ વધુ ખર્ચ કર્યા.
