ICC T20 વર્લ્ડકપ 2021 નાં ગ્રુપ 2 ની મેચમાં પાકિસ્તાને વધુ એક મેચ જીતી લીધી છે. તેણે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવી પોતાની વિજય યાત્રાને જાળવી રાખી છે. જો કે પાકિસ્તાન માટે જીત આસાન દેખાતી ન હોતી, પરંતુ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને મેચ જીતી લીધી. આ જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં ફેરફાર જોવા મળ્યો છે.
આ પણ વાંચો – #T20WorldCup / ભારત બાદ ન્યુઝીલેન્ડને ઘમરોળતું પાકિસ્તાન, પાંચ વિકેટે મેળવી જીત
આપને જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 135 રનનો ટાર્ગેટ મુક્યો હતો. જે પાકિસ્તાનની ટીમે 18.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ પહેલા પાકિસ્તાને ભારતને દસ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાન હવે આ ગ્રુપમાં નંબર વન પર પહોંચી ગયું છે અને ટીમની સેમીફાઈનલમાં જવાની શક્યતાઓ વધુ પ્રબળ બની ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ તેમની પ્રથમ મેચ હારી ગયા છે. હવે આ બન્ને ટીમો વચ્ચે 31 ઓક્ટોબરે મેચ રમાશે. આ મેચ નક્કી કરી શકે છે કે આ ગ્રુપમાંથી સેમીફાઈનલમાં જનારી બીજી ટીમ કઈ હશે. જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડકપનાં સુપર-12 રાઉન્ડમાં અત્યાર સુધીમાં કુલ સાત મેચ રમાઈ છે. 26 ઓક્ટોબરનાં રોજ ગ્રુપ-1માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જ્યારે ગ્રુપ-2માં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત નોંધાવીને ટૂર્નામેન્ટમાં પોઈન્ટ્સનું ખાતું ખોલ્યું, જ્યારે પાકિસ્તાને સતત બીજી જીત સાથે વધુ મજબૂત સ્થિતિમાં દેખાઇ રહી છે. ગ્રુપ-2ની વાત કરીએ તો પાકિસ્તાન તેની પ્રથમ બે મેચ જીતીને ટોચ પર છે જ્યારે અફઘાનિસ્તાન એક જીત સાથે બીજા સ્થાને સરકી ગયું છે. ન્યૂઝીલેન્ડને પાકિસ્તાન સામે પાંચ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ-2માંથી ટોપ-2 ટીમો પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. પાકિસ્તાનનું સેમીફાઈનલમાં પહોંચવું હવે લગભગ નિશ્ચિત દેખાઈ રહ્યું છે.
જુઓ ગ્રુપ-2 પોઈન્ટ ટેબલ
https://twitter.com/T20WorldCup/status/1453065218628767756?s=20
જણાવી દઇએ કે, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 134 રન જ બનાવી શકી હતી. શારજાહની ધીમી પીચ પર પાકિસ્તાનનાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કિવી બેટ્સમેનોને મોટા સ્કોર તરફ જતા અટકાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જ્યારે ઈમાદ વસીમ અને મોહમ્મદ હાફીઝે એક-એક વિકેટ લીધી હતી. છેલ્લી મેચનાં હીરો શાહીન શાહ આફ્રિદીને આ મેચમાં માત્ર એક વિકેટથી સંતોષ માનવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમની શારજાહની ધીમી પિચ પર ખૂબ જ ખરાબ શરૂઆત રહી હતી અને ટીમે પાવર પ્લેમાં એક વિકેટ ગુમાવીને 42 રન બનાવ્યા હતા. આ દરમિયાન રઉફે જલ્દી જ માર્ટિન ગુપ્ટિલને આઉટ કર્યો. આ પછી ડેરીલ મિશેલે 20 બોલમાં એક ચોક્કા અને બે છક્કાની મદદથી 27 રન બનાવ્યા અને તેને વસીમનાં હાથે આઉટ થયો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા જેમ્સ નીશમને હાફિઝે ટૂંક સમયમાં જ પેવેલિયન મોકલી દીધો હતો. પાકિસ્તાનની જબરદસ્ત બોલિંગનાં કારણે ન્યૂઝીલેન્ડ ટીમનો રન રેટ સતત નીચે જતો રહ્યો. પરંતુ કેપ્ટન કેન વિલિયમસન અને ડેવોન કોનવે મેદાન પર જ રહ્યા અને તેમની વચ્ચે 34 રનની ભાગીદારી થઈ. આ પછી વિલિયમસન 25 રન બનાવીને રનઆઉટ થયો હતો. આ પછી કોનવે (27), ગ્લેન ફિલિપ્સ (13) અને ટિમ સેફર્ટ (8) રન બનાવીને ટીમનો સ્કોર 134 રન સુધી પહોંચાડ્યો હતો.
