બેઠક/ છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સોનિયા ગાંધીને મળ્યા,નેતૃત્વ બદવાની અટકળોને ફગાવી

છત્તીસગઢમાં આરોગ્ય પ્રધાન ટી.એસ.સિંઘ દેવ અને ભૂપેશ બઘેલ વચ્ચેના ટકરાવને  ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી છે.

India

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. છત્તીસગઢમાં આરોગ્ય પ્રધાન ટી.એસ.સિંઘ દેવ અને ભૂપેશ બઘેલ વચ્ચેના ટકરાવને  ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં સરકાર બનાવતી વખતે ભૂપેશ બઘેલ અને ટી.એસ.સિંઘ દેવએ અઢી અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી બનવાની સંમતિ આપી હતી. જો કે, ભુપેશ બઘેલે આવા કોઈપણ કરારને નકારી દીધાં છે.

છત્તીસગઢ કોંગ્રેસમાં ખુરશી માટેના સંઘર્ષણના અહેવાલો વચ્ચે સોનિયા ગાંધીએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તાજેતરમાં જ દિલ્હી આવીને ટી.એસ.સિંઘ દેવએ પાર્ટી નેતાઓને યાદ અપાવ્યું છે કે જ્યારે ભુપેશ બઘેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યારે અઢી વર્ષ માટેના બે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા હતાં  જે બાદ  મુખ્યંંત્રી ભૂપેશની સોનિયા ગાંધી સાથેની  મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ અઢી વર્ષના મુખ્યમંત્રી બનવાના ફોર્મ્યુલાની ચર્ચાને ફગાવી દીધી છે. બઘેલે કહ્યું, આ બધી માત્ર અટકળો છે. સોનિયા ગાંધીને મળ્યા પછી, બઘેલે કહ્યું કે ગઠબંધન સરકારોમાં આવા કરાર થાય છે. છત્તીસગઢમાં સરકાર ત્રણ-ચોથા બહુમતીથી ચાલી રહી છે, તો ત્યાં શું કરાર છે? જોકે તેમણે એવું પણ કહ્યું કે  આવા નિર્ણયો હાઇ કમાન્ડ દ્વારા લેવામાં આવે  છે, જ્યારે મને શપથ લેવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં શપથ લીધા, જ્યારે તે મને પદ પરથી હટવાનું કહેશે તો પદ ત્યાગી દઇશ.