Not Set/ મુખ્યમંત્રી બનશે કુમારસ્વામી, અને સોશિયલ મીડિયામાં છવાઈ રાધિકા નામની મહિલા, જાણો સંપૂર્ણ માહિતીઓ

કર્ણાટકમાં શનિવારે બીજેપી સરકાર ધ્વસ્ત થયા પછી થોડા સમય બાદ જ સોશિયલ મીડિયામાં એક નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. જે નામ છે રાધિકા. લોકો આ ખુબસુરત મહિલા વિશે જાણવા ઉતાવળા થઇ રહ્યા છે. આ તે મહિલા છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે જોનો જેડીએસ ના નેતા કુમારસ્વામી સાથે કથિત રીતે વિવાહ થયેલા હતા. […]

India Politics

કર્ણાટકમાં શનિવારે બીજેપી સરકાર ધ્વસ્ત થયા પછી થોડા સમય બાદ જ સોશિયલ મીડિયામાં એક નામ ટ્રેન્ડ કરી રહ્યું છે. જે નામ છે રાધિકા. લોકો આ ખુબસુરત મહિલા વિશે જાણવા ઉતાવળા થઇ રહ્યા છે. આ તે મહિલા છે જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે જોનો જેડીએસ ના નેતા કુમારસ્વામી સાથે કથિત રીતે વિવાહ થયેલા હતા.

રીપોર્ટ પ્રમાણે આ આ કથિત સબંધ આજથી દસ વર્ષ પહેલા થયો હતો. અંગ્રેજી સમાચારપત્ર ધ ટેલીગ્રાફ અનુસાર તેઓ બંને બે વર્ષ પહેલા જ અલગ થયા છે. રાધિકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો છે. જેમાં તે કુમારસ્વામી સાથે દેખાઈ રહી છે. તેમની વચ્ચે એક નાની બાળકી પણ છે. પરંતુ આ બાળકી કોણ છે તેના વિશે કોઈ માહિતીઓ હાલ મળી નથી.

જેએસડી ના એક સુત્રના જણાવ્યા પ્રમાણે એચડી દેવગૌડા પણ આ સબંધણે લઈને પોતાના પુત્ર સાથે સહમત નહોતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામી પહેલા વિવાહિત છે અને તેમનો એક પુત્ર પણ છે. માટે પરિવારમાં તેમને સબંધોમાં કડવાશ જાહેર હતી.

ધ ટેલીગ્રાફના સુત્રોના રીપોર્ટ મુજબ કુમારસ્વામી રાધિકા સાથે વિવાહિત જીવન નથી પસાર કરતા. પરંતુ ધ ટેલીગ્રાફનો દાવો છે કે કુમારસ્વામીનો મોબાઈલ નંબર સ્વીચઓફ છે. જયારે રાધિકાને ઓળખતા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે રાધિકા આ મુદ્દા પર કોઈ ટીપ્પણી દેવા નથી માગતી.