Peru Natal/ પેરુમાં મુક્કાબાજીની ફાઇટ સાથે ઉજવવામાં આવે છે નાતાલનો તહેવાર

ખ્રિસ્તી ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ એક ગાલ મારે તો બીજો ગાલ ધરવો, પણ દક્ષિણ અમેરિકાના પેરુના ભાગોમાં નાતાલનો તહેવાર ખૂબ જ અલગ રીતે હેન્ડ ફાઇટ કે મુક્કાબાજી કે હેન્ડફાઇટ સાથે તેનો તહેવાર ઉજવવામાં આવે છે.

Top Stories World

Takankuy: ખ્રિસ્તી ધર્મમાં એવું કહેવાય છે કે કોઈ એક ગાલ મારે તો બીજો ગાલ ધરવો, પણ દક્ષિણ અમેરિકાના (South America)પેરુના (Peru) ભાગોમાં નાતાલનો તહેવાર ખૂબ જ અલગ રીતે હેન્ડ ફાઇટ (Handfight) કે મુક્કાબાજી કે હેન્ડફાઇટ સાથે તેનો તહેવાર ઉજવવામાં આવે છે.

જ્યારે લોકો આ દિવસે વાર્ષિક મેળાપ માટે સંબંધીઓના ઘરે ભેગા થાય છે, ત્યારે પેરુના ચુમ્બિવિલકાસ પ્રાંતમાં, સ્થાનિક લોકો ખાવા, પીવા, નૃત્ય અને તાકાનાકુય (Takankuy) ઉત્સવના ભાગ રૂપે હેન્ડ ફાઇટની શ્રેણીમાં સામેલ થાય છે. કદાચ વિશ્વના કોઈ બીજા દેશમાં ભાગ્યે જ ક્રિસમસ નિમિત્તે હેન્ડફાઇટ (Handfight) થાય છે.

BBCના જણાવ્યા મુજબ, આખું નગર રમતગમતના મેદાનની આસપાસ લોકોને રિંગમાં લડતા જોવા માટે એકત્ર થાય છે.  તમામ ઉંમરના લોકો રિંગમાં પ્રવેશી શકે છે અને હેન્ડ ફાઇટ સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ખુલ્લી છે.
BBCએ જણાવ્યું હતું કે સ્થાનિક ક્વેચુઆ ભાષામાં તાકાનાકુયા ફાઇટનો અર્થ”જ્યારે લોહી ઉકળતું હોય છે” તેવો થાય છે.આ ફાઇટ વણઉકેલાયેલી ફરિયાદોના સમાધાન માટે રાખવામાં આવે છે, સિવિલ તેમજ વ્યક્તિગત બંને પ્રકારની ફરિયાદોનો સમાવેશ થાય છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે તાકાનાકુય સાર્વજનિક મંચ પર વિવાદ ઉકેલીને સમુદાયના બંધનને મજબૂત બનાવે છે.  જે લોકો ગયા વર્ષથી કોઈની સામે દ્વેષભાવ રાખે છે તેઓ તે ગ્રામજનનું નામ બોલી શકે છે, આમ એકબીજા પ્રત્યે ગુસ્સો કે દ્વેષ ધરાવતી વ્યક્તિઓ રિંગમાં પ્રવેશી શકે છે અને તેની સામે લડી શકે છે.

કોઈ કાયમી નુકસાન ન થાય તેની ખાતરી કરવા માટે મેચ રેફરી (referee) પણ હાજર હોય છે. કેટલાક લડવૈયાઓ (Fighter) પ્રતિસ્પર્ધી દ્વારા ઓળખાય નહીં તે માટે માસ્ક પણ પહેરે છે. લડાઈ સમાપ્ત થાય છે જ્યારે સહભાગીઓમાંથી કોઈ એક બહાર ફેંકાય છે અથવા રેફરી લડવૈયાઓની સ્થિતિનું વિશ્લેષણ કર્યા પછી મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લે છે.
ભીડ લડવૈયાઓનો પાનો ચઢાવે છે, પરંતુ સ્વયંસેવકો દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે, જેઓ રેફરીના સહાયક તરીકે કાર્ય કરે છે. પીડાને હળવી કરવા માટે લડવૈયાઓને હેન્ડ ફાઇટ પછી આલ્કોહોલિક પીણા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ

India Population/ ભારત 300 વર્ષ પછી 2023માં સૌથી વધુ વસ્તીવાળો દેશ બનશે

New Delhi/ નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હી AIIMSમાં દાખલ