દેશમાં એક દિવસમાં નોંધાયેલા કોરોનાવાયરસનાં કેસોએ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાનાં કેસોની સંખ્યા 60,000 ને પાર પહોંચી ગયા છે. શુક્રવાર, 7 ઓગસ્ટ, 2020, દેશમાં એક દિવસમાં 62,538 કેસ નોંધાયા છે.
કોરોનાનાં કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 886 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા 20,27,074 પર પહોંચી ગઇ છે. આ રોગને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 41,585 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 13,78,105 લોકો આ રોગથી ઠીક થયા છે. દેશમાં રિકવરી દર 67.98% પર ચાલી રહ્યો છે. પોઝિટિવિટી રેટ 10.88% છે. એટલે કે, ટેસ્ટિંગ કરવામાં આવતા તમામ સેમ્પલોમાંથી, 10.88 ટકા પોઝિટિવ છે. 6 ઓગસ્ટનાં રોજ કુલ 5,74,783 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી દેશમાં રોગચાળો ફાટી નીકળ્યા પછીથી 2,27,24,134 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.
India’s #COVID19 case tally crosses 20-lakh mark with highest single-day spike of 62,538 cases
The COVID19 tally rises to 20,27,075 including 6,07,384 active cases, 13,78,106 cured/discharged/migrated & 41,585 deaths: Ministry of Health pic.twitter.com/AaPCaQW27M
— ANI (@ANI) August 7, 2020
આપને જણાવી દઇએ કે, દેશમાં પ્રતિ દર લાખ વધતા જતા કેસો વચ્ચેનો સમયગાળો સતત ઘટતો જઇ રહ્યો છે. આંકડાની વાત કરીએ તો એક લાખથી વધીને પાંચ લાખ કેસ થવામાં 39 દિવસ લાગ્યા છે. પાંચ લાખથી વધીને 10 લાખ કેસ થવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો. દેશને 10 લાખથી 15 લાખ થવા માટે 12 દિવસનો સમય લાગ્યો છે. વળી આ કેસને 15 લાખથી લઈને 20 લાખ સુધી પહોંચવામાં માત્ર 9 દિવસનો સમય લાગ્યો છે. આનો અર્થ એ થયો કે દેશમાં કોરોનાવાયરસનાં પાંચ લાખ નવા કેસ ફક્ત નવ દિવસમાં સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
