કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે રામ મંદિર ભૂમિ પૂજન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 130 કરોડ ભારતીયોનો ઉલ્લેખ કર્યો જ્યારે ભારતની વસ્તી 138 કરોડથી વધુ છે અને સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક નોંધણી પછી 8 કરોડ લોકોને ભૂલી ગયા તે ચિંતાનો વિષય છે તેમણે કહ્યું કે જો ચૂક અજાણતામાં થઇ છે તો સુધાર કરવાથી ખાતરી મળશે.
ટ્વિટ કરીને પીએમ મોદીને યાદ અપાયું અયોધ્યાનું સંબોધન થરૂરે ટ્વિટ કરીને લખ્યું છે કે, રામ મંદિર વિશે વાત કરતા વડા પ્રધાન મોદીએ ગઈકાલે 130 કરોડ ભારતીયોને અભિનંદન આપ્યા હતા, પરંતુ યુએનના આંકડા મુજબ, વર્ષ 2020 ના મધ્ય સુધીમાં, ભારતની અંદાજીત
વસ્તી 1,38,00,04,385 છે. ‘તેમણે કહ્યું,’ સીએએ / એનઆરસી પછી આઠ કરોડ લોકોને ભૂલી જવી એ ચિંતાનો વિષય છે. જો તે અજાણતાં થયું હોય, તો સુધાર કરવાથી ખાતરી મળશે.
પીએમ મોદીએ આ વાત અયોધ્યામાં કરી હતી
નોંધપાત્ર વાત એ છે કે, બુધવારે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અનેક પેઢીઓ દાયકાઓથી રામ મંદિર નિર્માણ માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યું, ‘હું દેશના 130 કરોડ લોકોને તેમના બલિદાન માટે નમન કરું છું, જેનાથી રામ મંદિરનો પાયો નાખવાનો માર્ગ પ્રશસ્ત થયો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
