Not Set/ UP/ બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ યોગી સરકાર પર ઉઠ્યા સવાલ, જાણો શું કહે છે અખિલેશ યાદવ

  ઉત્તર પ્રદેશનાં લખીમપુરમાં 13 વર્ષીય નિર્દોષની દુષ્કર્મ બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એનએસએ હેઠળ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હજી ચાલુ છે. રાજ્યમાં સતત બનતી ઘટનાઓ બાદ યુવતી સાથે બનેલી આ ઘટના બાદ વિપક્ષ યોગી સરકાર પર શાંબ્દિક હુમલો કરી રહ્યો છે. યુપીનાં […]

India

 

ઉત્તર પ્રદેશનાં લખીમપુરમાં 13 વર્ષીય નિર્દોષની દુષ્કર્મ બાદ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં એનએસએ હેઠળ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ હજી ચાલુ છે. રાજ્યમાં સતત બનતી ઘટનાઓ બાદ યુવતી સાથે બનેલી આ ઘટના બાદ વિપક્ષ યોગી સરકાર પર શાંબ્દિક હુમલો કરી રહ્યો છે. યુપીનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપકાળમાં ઉત્તર પ્રદેશની યુવતીઓ અને મહિલાઓ પર દમન ટોચ પર છે.

અખિલેશ યાદવે રવિવારે ટ્વિટ કર્યું હતું, “યુપીનાં લખીમપુર ખીરીમાં એક લાચાર કિશોરી પર દુષ્કર્મ કર્યા પછી નિર્દય હત્યા એ માનવતાને કંપાવી દે તેવી ઘટના છે.” ઉત્તર પ્રદેશની યુવતીઓ અને મહિલાઓ પર દમન ભાજપકાળમાં ટોચ પર છે. દુષ્કર્મ, અપહરણ, ગુના અને હત્યાઓમાં ભાજપ સરકાર કેમ સક્રિય બની રહી છે? આ પહેલા ”શનિવારે બસપાનાં વડા માયાવતીએ ટ્વીટ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરતા લખ્યુ,“ યુપીનાં લખીમપુર ખીરીમાં દલિત સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની નિર્દય હત્યા ખૂબ જ દુ:ખી અને શરમજનક છે. આવી ઘટવાઓથી સપા અને હાલની ભાજપ સરકારમાં શું તફાવત રહ્યો? સરકારે આજમગઢની સાથે સાથે ખીરીનાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, બસપાની આ માંગ છે.”

આપને જણાવી દઈએ કે, 14 ઓગસ્ટે લખીમપુર ખીરી જિલ્લાનાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામમાં, 13 વર્ષની બાળકીનો ક્ષતિગ્રસ્ત મૃતદેહ શેરડીનાં ખેતરમાં પડ્યો મળ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નિર્દોષ બાળકી પર દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, યુવતીની બંને આંખો ફોંડી દેવામાં આવી હતી અને તેની જીભને તીક્ષ્ણ સાધનથી કાપી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેના ગળામાં તેનો જ સ્કાર્ફ હતો અને બંને પગ બાંધી દીધા હતા. જોકે પોસ્ટમોર્ટમમાં આ વાત સાબિત થઈ ન હોતી. તબીબી તપાસમાં પુષ્ટિ મળી છે કે બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. લખીમપુર ખીરીનાં એસપી સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ કેસમાં એફઆઈઆર નોંધીને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.