Not Set/ યુપી/ ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મ, ક્લાસમેટ અને તેના મિત્રો પર આરોપ

ઉત્તર પ્રદેશ હવે ક્રાઇમ માટે ભારતમાં સૌથી બદનામ રાજ્ય બનતુ જાય છે. કોરોના જેવા સંકટમાં પણ અહી ગુનાનું પ્રમાણ ઓછુ નથી થઇ રહ્યુ. અહી હવે દુષ્કર્મની ઘટનાઓ જાણે સામાન્ય થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, સહારનપુરમાં એક સગીર વિદ્યાર્થીએ તેના જ ક્લાસનાં વિદ્યાર્થી અને તેના મિત્રો પર સામૂહિક દુષ્કર્મ કરવાનો આરોપ […]

India
ઉત્તર પ્રદેશ હવે ક્રાઇમ માટે ભારતમાં સૌથી બદનામ રાજ્ય બનતુ જાય છે. કોરોના જેવા સંકટમાં પણ અહી ગુનાનું પ્રમાણ ઓછુ નથી થઇ રહ્યુ. અહી હવે દુષ્કર્મની ઘટનાઓ જાણે સામાન્ય થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, સહારનપુરમાં એક સગીર વિદ્યાર્થીએ તેના જ ક્લાસનાં વિદ્યાર્થી અને તેના મિત્રો પર સામૂહિક દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ કેસમાં યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 12 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીઓએ જ સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ અશ્લીલ વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને ત્રણેય વિદ્યાર્થીઓએ વીડિયો શેર કરવાની ધમકી આપીને પીડિતાને બાઇક પર બેસાડી લીધી હતી. જણાવી દઇએ કે, આ મામલો સહારનપુર પોલીસ સ્ટેશનનાં સદર બજાર વિસ્તારનો છે. જ્યાં આ વિદ્યાર્થીની ભણતી હતી, તેના જ ક્લાસનાં વિદ્યાર્થી અને તેના મિત્રોએ ઈન્દિરા કોલોની લઈ જઈ સામૂહિક દુષ્કર્મ કર્યુ હોવાનો આરોપ આ વિદ્યાર્થીનીએ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે, તેની સાથે અભ્યાસ કરતા તેની જ ક્લાસના વિદ્યાર્થીઓ પાસે તેના કેટલાક ફોટા છે. સોમવારે, જ્યારે તેણી તેના મિત્રનાં ઘરે જઈ રહી હતી, ત્યારે તેને રસ્તામાં બે છોકરાઓ મળ્યા અને તેણે તે ફોટા બતાવી તેને બ્લેકમેઇલ કરી.

આ પણ વાંચો- સંજય રાઉતની કંમ્પાઉન્ડરને લઇને ટિપ્પણી, ભડકી ઉઠ્યા ડોક્ટર્સ, જાણો શું છે મામલો

વિદ્યાર્થીનું કહેવું છે કે તે છોકરાઓએ તેને તેની સાથે જવા કહ્યું અને તે ડરીને તેમની સાથે ચાલી ગઇ. તેઓ તેને બીજી કોલોનીનાં એક મકાનમાં લઈ ગયા. જ્યાં તેનો એક ક્લાસમેટ પહેલાથી હાજર હતો. તેણે ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે કેસ નોંધીને પીડિત વિદ્યાર્થીને તબીબી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ કિસ્સામાં, સહારનપુરનાં એસપી સિટી, વિનીત ભટનાગરે જણાવ્યું હતું કે, આજે એક વિદ્યાર્થીનીની માતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેની સગીર પુત્રી સાથે કેટલાક છોકરાઓએ સામૂહિક દુષ્કર્મ કર્યો છે. સંબંધિત મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને અગાઉથી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.