ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આજે સવારે રોડ-વેઝની બે બસ એક બીજા સાથે ટકરાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં દોઢ ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. છ લોકોનાં મોત નીપજ્યાં છે. ઇજાગ્રસ્તોને ટ્રોમા સેન્ટર ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને ટ્રોમા સેન્ટર પર લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત કાકોરી નજીક અમેઠીયા રોડ ખાતે સર્જાયો હતો.
અકસ્માતનો ભોગ બનેલી એક બસ લખનઉથી હરદોઈ જઇ રહી હતી અને બીજી હરદોઈથી લખનઉ પરત ફરી રહી હતી. હાઇ સ્પીડમાં આવી રહેલી બંને બસ સામસામે ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ લખનઉથી જઇ રહેલી બસનું ટાયર પંકર થયું હતું, જેના કારણે તેનું બેલેન્સ બગડ્યું હતું અને સામેથી આવી રહેલી બસ સાથે ટકરાઈ હતી. માર્ગ અકસ્માતમાં પરિવહન નિગમની બંને બસના ચાલકનું દુ: ખદ મોત નીપજ્યું છે.
જેસીબી લો એન્ડ ઓર્ડર, ડીસીપી સાઉથ સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને રાહત કામગીરી ચાલી રહી છે. કાકોરી અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં એક મહિલા પણ છે. 5 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ટ્રોમા સેન્ટરમાં અનેક પોલીસ સ્ટેશનના પોલીસ ફોર્સ બોલાવવામાં આવ્યા છે. બસ અકસ્માતની તપાસ માટે 3 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે. સમિતિને 24 કલાકમાં તપાસ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
