Not Set/ નોઈડામાં રમકડા બનાવવાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર-63માં સ્થિત રમકડાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. આગ પર કાબૂ મેળવા માટે ફાયર એન્જિનની અડધો ડઝન ગાડીઓ ઘટના સ્થળ પર છે. અત્યારે કોઈના ઘાયલ થવા કે મરવા વિશે કોઈ માહિતી સામે આવી નથી. Fire breaks out at a toy manufacturing factory in […]

Uncategorized

દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર-63માં સ્થિત રમકડાની ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. આગ પર કાબૂ મેળવા માટે ફાયર એન્જિનની અડધો ડઝન ગાડીઓ ઘટના સ્થળ પર છે. અત્યારે કોઈના ઘાયલ થવા કે મરવા વિશે કોઈ માહિતી સામે આવી નથી.

 

ગયા અઠવાડિયે ગ્રેટર નોઈડાના એનપીસીએલના સબ સ્ટેશનમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર પર આગ લાગી હતી. એનપીસીએલનું આ સબ સ્ટેશન નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર -148 માં છે. નોલેજ પાર્કના એસઓએ જણાવ્યું હતું કે કંટ્રોલરૂમ દ્વારા સેક્ટર -148 નજીક એનપીસીએલના પાવર હાઉસમાં રાખેલા ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બાતમી પર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી.

આ પહેલા 17 ઓગસ્ટે નવી દિલ્હીના સંસદ ભવનની એનેક્સિ બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટને કારણે એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી હતી. ફાયરના ચાર એન્જિનોએ આગને કાબુમાં લીધી. આ સમયગાળા દરમિયાન કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન