કેન્દ્ર સરકારે બુધવારે અનલોક 5.0 માર્ગદર્શિકા જાહેર કરી. આ અંતર્ગત શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર ઉપર છોડ્યા છે. રાજ્ય સરકાર 15 ઓક્ટોબર પછી શાળાઓ અને કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ખોલશે કે કેમ તે અંગે જેતે રાજ્ય્નીસર્કારે નિર્ણય કરી શકશે. જો કે, આ માટે બાળકોના માતાપિતાની મંજૂરીની જરૂર રહેશે.
* આ નિયમો સાથે શરુ થઈ શકે છે શાળા અને કોલેજ*
– જો કોઈ વિદ્યાર્થીઓ શાળાએ જવા ઈચ્છતા હોય તો તેને પરવાનગી આપી શકાય.
– માતા-પિતાની લેખિત પરવાનગી સાથે જ બાળકો શાળાએ જાય.
– શાળામાં હાજરી ફરજિયાત નહીં રાખવામાં આવે. માતાપિતાની ઈચ્છા હોય તો જ બાળક શાળાએ આવશે.
– આ અંગે રાજ્ય સરકારો એસઓપી તૈયાર કરે.
– જે શાળાઓને શરુ કરવાની પરવાનગી મળે ત્યાં કોરોના અંગેના નિયમનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
– પીએચડી અને પોસ્ટ ગ્રેજ્યએટના વિદ્યાર્થીઓ જે સાયન્સ અને ટેકનોલોજી સ્ટ્રીમના છે અને જેમને લેબોરેટરીની જરૂર છે તે વિદ્યાર્થીઓ 15 ઓક્ટોબરથી કોલેજ જઈ શકે છે.
– કોલેજ અને હાયર એજ્યુકેશન ઈંસ્ટીટ્યુટના ટાઈમ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન નિર્ણય લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
