Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનાં કારણે બંધ 4 લાખથી વધુ રેસ્ટોરન્ટ, બાર અને હોટેલો આજથી ખૂલ્યા

દેશમાં મહારાષ્ટ્ર એવુ રાજ્ય છે કે જ્યાં કોરોનાનો કહેર સૌથી વધુ નોંધવામાં આવ્યો છે. દેશમાં કુલ સંક્રમણ અને મોતનાં આંકડા માંથી કહેવામાં આવે છે કે, લગભગ 35 ટકા તો મહારાષ્ટ્રમાં જ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસરો પણ અનેક રીતે માઠી જોવામાં આવી તેવુ તારણ કાઢવામાં આવી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની ગણાતું મહારાષ્ટ્રનું હદ્દય એટલે કે […]

Uncategorized

દેશમાં મહારાષ્ટ્ર એવુ રાજ્ય છે કે જ્યાં કોરોનાનો કહેર સૌથી વધુ નોંધવામાં આવ્યો છે. દેશમાં કુલ સંક્રમણ અને મોતનાં આંકડા માંથી કહેવામાં આવે છે કે, લગભગ 35 ટકા તો મહારાષ્ટ્રમાં જ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનની અસરો પણ અનેક રીતે માઠી જોવામાં આવી તેવુ તારણ કાઢવામાં આવી રહ્યું છે.

દેશની આર્થિક રાજધાની ગણાતું મહારાષ્ટ્રનું હદ્દય એટલે કે મુંબઇ કોરોનાની કારમી થપાટ સૌથી વઘુ અનુભવી રહ્યાની વિગતો વિદિત છે, ત્યારે મહારાષ્ટ્રમાં કોવીડના લીધે બંધ રખાયેલ 4 લાખથી વધુ રેસ્ટોરન્ટ, બાર અને હોટેલો આજથી ખૂલ્યા છે. 

મહારાષ્ટ્રમાં કોવીડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં છ માસથી બંધ રખાયેલ 4 લાખથી વધુ રેસ્ટોરન્ટ, બાર અને હોટેલો આજથી ખૂલ્યા કે ખૂલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ, બાર અને હોટેલો ખુલતા અનેક લોકો પર તેની સીધી અસરો જોવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, એક અંદાજ પ્રમાણે આશરે 2 કરોડ 40 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રોજગારી આપતા હોટેલ ઉદ્યોગને રાહત મળી છે. જો કે, બધી જ રેસ્ટોરન્ટ અને હોટેલોને કોવીડના સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. આ બધા જ સ્થળોએ 50 ટકા ક્ષમતાથી ચલાવવાના રહેશે. ભલે શરતોને આધીન તો આધીન પણ મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટ, બાર અને હોટેલો ખુલતા લાખો લોકોએ હાસકારો અનુભવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews