મોંઘવારી નો માર/ રાજયમાં CNGમાં 5 અને PNGમાં 2.5 રૂપિયાનો વધારો નોંધાયો

ગુજરાત ગેસે ભાવ વધાર્યો કર્યો તેના કારણે હવે ટૂંક સમયમાં એટલે કે દિવાળી પહેલાં અદાણી પણ ભાવ વધારો ઝીંકે તેવી શક્યતા છે.

Business

     રાજયમાં પેટ્રોલ-ડીઝલના  ભાવ દરરોજ વધતા  જોવા મળી રહ્રોયા છે. જેની સીધી અસર લોકોના  જનજીવન પાર પડતી જોવા મળે છે .  વધતા  ભાવના લીધે  સામાન્જય વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય  છે. ત્યારે હવે  સીએનજી અને પીએનજીમાં ભાવ વધારાની સ્પર્ધા જામી છે. અદાણી પછી હવે ગુજરાત ગેસે સીએનજીમાં રૂ.5નો અને પીએનજીમાં રૂ.2.50નો વધારો ઝીંકયો છે. મોંઘવારીથી લોકો પહેલેથી જ ત્રસ્ત છે ત્યાં અદાણી અને ગુજરાત ગેસ વચ્ચેની ભાવ વધારાની સ્પર્ધાના કારણે દિવાળી જેવા તહેવાર પર હોળી સર્જાઈ છે.

આ પણ વાંચો:Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

ગુજરાત ગેસે નવેમ્બર માસની 1લી તારીખથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં રૂ.5નો વધારો કરતા નવો ભાવ રૂ.65.74 પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં રૂ.2.50નો વધારો કરતા રૂ.29.59 એસસીએમ થયો છે. જેમાં 15 ટકા વેટ અલગ ગણવાનો.

આ પણ વાંચો ;વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા

આ અગાઉ તા.17-10ના રોજ ગુજરાત ગેસે CNGમાં રૂ.2.68નો અને PNGમાં રૂ.1.35નો વધારો કર્યો હતો. ત્યારબાદ આ ફરી વખત વધારો ઝીંકયો છે. ગેસ બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની શોર્ટ સપ્લાય ચાલી રહી છે. તેના કારણે ભાવ પર કોઈનું નિયંત્રણ રહ્યું નથી. 3 ડોલ્ાર લેખે મળતો ગેસ હાલમાં ગેસ કંપનીઓને 30 થી 35 ડોલર સુધી ખરીદવાની ફરજ પડી રહી છે. તેની સીધી અસર ભારતમાં ભાવ વધારા સ્વરૂપે પડે છે.