@દેવજી ભરવાડ,મંતવ્ય ન્યુઝ-સુરેન્દ્રનગર
દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા કોરોના વેક્સીનની શોધ ભારત દેશ દ્વારા કરાઇ છે. ત્યારે એક બાદ એક તમામ સરકારી અધિકારીઓ અને દેશના નાગરીકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવાની પણ શરૂઆત થઇ ચુકી છે. ત્યારે હાલ રાજ્યમા બીજા તબક્કાનુ રસીકરણ શરુ થતા સુરેન્દ્રનગર જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્શીનનો ડોઝ લીધો હતો. ગાંધી હોસ્પીટલ ખાતે જીલ્લાના પોલીસ જવાનો, કલેક્ટર કચેરીના સ્ટાફ સહિતના અધિકારીઓ દ્વારા કોરોના વાયરસને ખતમ કરવાની રસી મુકાવાય હતી.
પરંતુ તેમાં સુરેન્દ્નગર જીલ્લાના કલેક્ટર કે.રાજેશ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ દ્વારા રસીનો ડોઝ લેવા માટે ઇન્કાર કર્યો હતો. પરંતુ રસીનો ડોઝ ન લેવા પાછળ બંને અધિકારીઓ ને દવા અને સારવાર ચાલતી હોવાથી આડઅસર ને ધ્યાને લઇ રસીકરણનો ડોઝ ન લીધો હોવાનો તેણે ખુલાસો કર્યો હતો. પરંતુ જિલ્લાના મુખ્ય અધિકારી એવા કલેકટર અને એલસીબી પી.આઈ એ રસીનો ડોઝ ન લેતા અન્ય કર્મીઓમાં શંકા કુશંકા ઉભી થવા પામી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
