Firing/ અમદાવાદ બાદ હળવદમાં લગ્ન પ્રસંગમાં ફાઇરીંગ, વિડિયો વાયરલ થતા નોંધાઈ ફરિયાદ

હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગ માં ફાયરિગ કરનાર દિનેશ દેવાભાઈ મહાલીયાએ 190 થી 200 લોકો ભેગા કરી અને જાહેરનામનો ભંગ કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરીગ કર્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Others

@બલદેવભાઈ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

હળવદના ખોડ ગામે લગ્ન પ્રસંગ માં ફાયરિગ કરનાર દિનેશ દેવાભાઈ મહાલીયાએ 190 થી 200 લોકો ભેગા કરી અને જાહેરનામનો ભંગ કરી લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરીગ કર્યા હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધ્યો.

હળવદ ના ખોડ ગામે લગ્ન પ્રસંગમા બારબોર જોટાથી ફાયરીંગ કરાયા હોવાના વિડીયો વાયરલ થયા હતા જેમાં એક વ્યક્તિ ડિજેના તાલે જુમતા જુમતા લોકોના ટોળા વચ્ચે બેફિકરાઇથી ફાયરીંગ કરાયું હતું જેમાં આજુબાજુમા નાના બાળકો અને મહિલા નાચી રહ્યા હોવા છતાં આવી બે ફિકરાઇ થી ફાયરીગ કરતા લોકોમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

આ ફાયરીગ કરનાર શખ્સ ટીકર ગામનો દીનેશ દેવભાઈ મહાલીયા હોવાનું બહાર આવ્યું હતું જેઠી પોલિસે જાતે ફરીયાદી બની અને જાહેરનામા ભંગ અને બેફિકરાઈ પૂર્વક લોકોના જીવ જોખમાય એ રીતે ફાયરીંગ કર્યાની પોલીસ ફરીયાદ કરી અને આરોપી દિનેશ દેવાભાઈ મહાલીયા ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે ત્યારે આરોપી દિનેશભાઈ નિવૃત આર્મીમેન અને હાલ ટિકર દેના બેંકના ગોર્ડ તરીકે ફરજ બજાવતાં હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે આ મામલે આગામી સમયમાં મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ વધુ માહિતી માટે પત્રકાર પરિષદ કરી માહિતી આપશે.

વઢવાણ તાલુકામાં લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમે છોકરીના અટકાવ્યા લગ્ન, આ છે મુખ્ય કારણ

લીંબડી-ચુડા-રાજકોટ લોકલ બસ અવારનવાર બંધ કરાતા લોકોમાં રોષની લાગણી, રોજગારી સામે પણ ઉઠ્યા સવાલ

ટંકારમાં મોડી રાત્રે થઈ ચોરી, પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે ઊભા થયા સવાલ

મોરબીના ઘૂટુ રોડ પર યુવાનનું અગમ્ય કારણોસર દાઝી જતા થયું મોત

રાજ્યના વાતાવરણમાં એકાએક આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા, જાણો ક્યાં પડ્યો વરસાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…