Not Set/ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ, બેઠકમાં થઇ શકે છે ચોંકાવનારા નિર્ણયો

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ રહીછે. મોદીની સુનામીમાં કોંગ્રેસ પૂરી રીતે તણાઇ જવાથી સૌ કોઇ હેરાન થઇ ગયા છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દા પર ખાસ વાત થવાની સંભાવનાઓ વર્તાઇ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ,પંજાબનાં […]

Top Stories India

લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ રહીછે. મોદીની સુનામીમાં કોંગ્રેસ પૂરી રીતે તણાઇ જવાથી સૌ કોઇ હેરાન થઇ ગયા છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દા પર ખાસ વાત થવાની સંભાવનાઓ વર્તાઇ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ,પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અનરિંદર સિંહ અને મલ્લિકાર્જુન ખડગે પહોચી ગયા છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાનુ રાજીનામુ આપી શકે છે.

છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારનાં કામકાજને લઇને ઘણા સવાલો લોકસભા ચૂંટણી પૂર્વે ઉભા થયા હતા. ક્યાકને ક્યાક કહેવાતુ હતુ કે જનતાની અંદર એક આક્રોશ છે જે અંડરકવર બની ભાજપને મોટો ફટકો આપી શકે છે પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવતા કોંગ્રેસ પાર્ટી સૌથી વધુ હેરાન જોવા મળી રહી છે. હારનાં કયા કારણો રહ્યા અને આગળની રણનિતી શું રહેશે તે માટે અત્યારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ શરૂ થઇ ગઇ છે.

આ બેઠકમાં રાહુલ ગાંધી પોતાનુ રાજીનામુ આપી શકે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. જો કે સુત્રોનાં જણાવ્યા મુજબ પાર્ટી તેમનુ રાજીનામુ સ્વીકારશે નહી અને તેમના નેતૃત્વમાં જ આગળ કામ કરી શકે છે. બેઠકમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીની કારમી હાર પર સમીક્ષા થઇ શકે છે. હેરાન કરનારી વાત તો એ છે કે આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ 5 મહિના પહેલા સરકાર બનાવી ચુકી છે.