Not Set/ #Corona/ ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન, કહ્યુ- અમે વેક્સીન બનાવવાની નજીક છીએ

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમનો દેશ કોરોના વાયરસ ચેપ રસી બનાવવાનાં ખૂબ નજીક છે. ગુરુવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ કહ્યું હતું. યુ.એસ., જર્મની, યુ.કે. અને ચીનમાં વેક્સીન ટેસ્ટ પર વિચાર કર્યા બાદ તેમણે કહ્યું, ‘અમે વેક્સીનની ખૂબ નજીક છીએ. અમારી પાસે તેના પર કામ કરવા માટે શાનદાર અને […]

World

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેમનો દેશ કોરોના વાયરસ ચેપ રસી બનાવવાનાં ખૂબ નજીક છે. ગુરુવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ કહ્યું હતું. યુ.એસ., જર્મની, યુ.કે. અને ચીનમાં વેક્સીન ટેસ્ટ પર વિચાર કર્યા બાદ તેમણે કહ્યું, ‘અમે વેક્સીનની ખૂબ નજીક છીએ. અમારી પાસે તેના પર કામ કરવા માટે શાનદાર અને તેજસ્વી દિમાગવાળા લોકો છે.‘

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉમેર્યું, ‘દુર્ભાગ્યથી અમે ટેસ્ટિંગની ખૂબ નજીક નથી કારણ કે જ્યારે ટ્રાયલ શરૂ થાય છે ત્યારે થોડો સમય લાગે છે, પરંતુ અમે તેને પૂર્ણ કરીશું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ અને વ્હાઇટ હાઉસ કોરોનાવાયરસ ટાસ્કફોર્સનાં કો-ઓર્ડીનેટર ડેબોરાહ બીરક્સ પણ હાજર હતા. યુ.એસ. સરકારનાં ટોચનાં ટોપ ચેપ રોગનાં નિષ્ણાંત ડૉ. એન્થોની ફાઉસીએ અગાઉ કહ્યું હતું કે, વ્યાપક ઉપયોગ માટે રસી તૈયાર થવા માટે 12 થી 18 મહિનાનો સમય લાગશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે જણાવ્યું હતું કે કોરોનાવાયરસ સામે યુ.એસ. ની લડતમાં ડેટા દ્વારા પ્રગતિનાં સંકેતો મળ્યા હતા. પેન્સે જણાવ્યું હતું કે, “ન્યૂયોર્ક મેટ્રો વિસ્તાર, ન્યૂજર્સી, કનેક્ટિકટ, ડેટ્રાયટ અને ન્યૂ ઓર્લિયન્સ સહિતનાં મુખ્ય વાયરસ હોટસ્પોટ્સ પણ રોગચાળાની ટોચને પાર કરતા જોવા મળે છે.”

પેન્સે જણાવ્યું હતું કે યુ.એસ. રોગચાળાને કાબૂમાં કરી રહ્યું છે અને તે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. પેન્સે દાવો કર્યો છે કે તેમનો દેશ જલ્દીથી આ મહામારીથી બહાર નીકળી જશે. પેન્સનું માને છે કે, ઉનાળામાં તેના પર નિયંત્રણ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરાશે અને નિયંત્રણની શક્યતાઓ શોધવામાં આવશે. દરમિયાન, યુ.એસ. નાં 16 રાજ્યો અર્થતંત્રને ફરીથી ખોલવાની અને પ્રતિબંધ હળવા કરવાની યોજના બનાવી રહ્યા છે. જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં લોકોને ફરીથી વ્યવસાય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ટ્રમ્પનાં વહીવટનું કહેવું છે કે જ્યાં સુધી રાજ્યો પાસે પુરાવા ન હોય કે ચેપનાં કેસોમાં ઘટાડો થયો છે, ત્યાં સુધી તેમણે થોડી રાહ જોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.