Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત 864નાં મોત

કોરોનાથી 864 મોત થયાં છે.

India

દેશમાં કોરોનાની સ્થિતિ હજીપણ યથાવત છે .નવા કોરોના સંક્રમણના કેસો અપડાઉન થતાં રહે છે. રિકવરી રેસિયો સારો છે પરતું કોરનાથી મોત વધુ થાય છે તે અતિ ચિંતાજનક બાબત છે .મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધઘટ થતી રહે છે પરતું તેનો ગ્રાફ સતત નીચે જતો નથી.પરતું કોરોનાથી મોત આઠસોથી વધુ નોંધાય છે છેલ્લા ભણ દિવસથી આંકડો યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53,605 નવા કેસો નોંધાયા છે અને 864 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં નવા કેસો છેલ્લા 24 કલાકમાં ઓછા નોંધાયા છે પરતું કોરોનાથી મરનારનો આંકડો ઘટવાનો નામ નથી લઇ રહ્યો,પ્રતિદિન 800 થી વધુના મોત થઇ રહ્યા છે.કોરોનાથી મોતમાં ઘટાડો થઇ રહ્યો નથી. સરકાર તેના માટે સતત પ્રયત્ન કરી રહી છે પરતું ઝાઝી સફળતા મળી નથી.વેક્સિનની રફતાર રાજ્યમાં વધારી દેવામાં આવી છે.મહારાષ્ટ્રમાં ખુબ ઝડપથી વેકસિન આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસો 53,605 નોંધાયા છે અને કોરોનાને માત આપીને સાજા થયેલા લોકોની સંખ્યા 82,266 છે. અને 864 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. રાજ્યમાં કુલ સંક્રમણના કેસો 50,53,336 થયા છે અને કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 43,47,592 છે.અને સક્રીય કેસો 6,28,213 છે રાજ્યમાં 75,277 લોકોના કોરોનાથી મોત થયા છે.