Covid-19/ US અને UK માં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સતત ખરાબ બનતી જાય છે. સાથે UK પર કોરોનાને હરાવવામાં અસફળ સાબિત થઇ રહ્યુ છે. …

World

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સતત ખરાબ બનતી જાય છે. સાથે UK પર કોરોનાને હરાવવામાં અસફળ સાબિત થઇ રહ્યુ છે.

અમેરિકાની વાત કરીએ તો અહી નવા કોરોનાનાં કેસ છેલ્લા 24 કલાકમાં 2.30 લાખ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી મોતનો આંક પણ ચોંકાવનારો છે. આ સમયગાળામાં 4100 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વળી બીજી તરફ UK ની વાત કરીએ તો અહી પણ સ્થિતિમાં કોઇ ખાસ સુધારો નથી. અહી આ સમયગાળામાં 48,600 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,250 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર સતત દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ વચ્ચે ભારતથી સતત સારા સમાચાર સામે આવી રહ્યા છે. અહી રિકવરી રેટમાં સુધાર જોવા મળી રહ્યો છે. દર 24 કલાકે આવતા આંકડા પર નજર કરીએ તો તેમા પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આ વર્ષની શરૂઆતથી કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. વળી ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી પણ સતત કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. જે દર્શાવે છે કે લોકોમાં કોરોનાને લઇને જાગૃતતા આવી જ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો