દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે.દેશમાં કોરોનાવાયરસના કેસ દરરોજ સાથે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. તેની વચ્ચે પણ સૌથી મોટી રાહત જોવા મળી છે કે 24 કલાકમાં સૌથી વધુ 3 લાખ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોવિડ -19 વાયરસના વા કેસ પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા છે એટલે કે 4 લાખ કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 3521 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે.દેશમાં કુલ કેસની સંખ્યા 1.91 કરોડ પર પહોંચી છે.આ સાથે, સક્રિય કેસની સંખ્યા 32.50 લાખને પાર પહોંચી ગઈ છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ગયા વર્ષે વાયરસ ફાટી નીકળ્યા પછી પહેલીવાર, સક્રિય દર્દીઓનો આંકડો 33 લાખ પર પહોંચી ગયો છે.દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 62,919 નોંધવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોના કોરોના નવા કેસ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 34372, કર્ણાટકમાં 48296, કેરળમાં 37199, દિલ્હીમાં 27407, છત્તીસગઢમાં 14994, રાજસ્થાનમાં 17155, મધ્યપ્રદેશમાં 12400, ગુજરાતમાં 14605, બિહારમાં 15 853, તમિલનાડુમાં 18662, પશ્ચિમ બંગાળમાં 17411, આંધ્રપ્રદેશમાં 17354 જ્યારે હરિયાણામાં 13833 કેસ નોંધાયા છે.

