Covid-19 Update/ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, તંત્રની ચિંતામાં વવધારો, હજુ પણ બિન્દાશ ફરતી જનતા.. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 કેસ સામે આવ્યા છે. જેમાં જામનગરમાં સૌથી વધુ કોરોનાના 15 કેસ નોંધાય છે.

Gujarat Others
કોરોના કેસમાં રાજ્યમાં વકરતો કોરોના, શાળાના વિધાર્થીઓ સહિત નોંધાય

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત વધતાં કેસથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. જ્યારે હજુ પણ મોટાભાગના નાગરિકો બિન્દાશ ફરતા જોવા મળી રહ્યા છે. લગ્ન પ્રસંગ હોય કે હોટેલ રેસ્ટોરાં કે પાછી બજાર કે મોલ દરેક જગ્યા એ ભીડ જોવા મળી રહી છે. તો લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા. તો રાજકીય મેળવળા  પણ પૂર જોશમાં યોજાઇ રહ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 કેસ સામે આવ્યા છે. જેમાં
જામનગરમાં સૌથી વધુ કોરોનાના 15 કેસ નોંધાય છે. જામનગરમાં સતત વધી રહ્યા છે જેને પગલે તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્યમાં ઓમીક્રૉનના કેસ પણ જામનગર ખાતે નોંધાયા  છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વડોદરામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. તો સુરતમાં કોરોનાના 11 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 10 કેસ નોંધાયા છે. તો વધુમાં  આજરોજ 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે એક વિદેશથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ જોવા મળ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 27 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઇ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 524 છે. જે પૈકી 8 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 516 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,27,587 પહોંચ્યો છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,455 છે.  ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ઉપર ભારે જોર મૂકવામાં આવી રહ્યું છે.

શિલાન્યાસ / પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશે : અમિત શાહ

TN ચોપર ક્રેશ /  CDS બિપિન રાવતના અસ્થિનું હરિદ્વારમાં ગંગાજીમાં વિસર્જન, વધુ 4 સૈનિકોની થઈ ઓળખ

ભરૂચ / પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને કરી આવી વ્યવસ્થા