- વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 10 કરોડ નજીક
- 9.97 કરોડને પાર કોરોનાનાં કુલ કેસ
- USમાં કોરોનાનાં નવા 1.35 લાખ કેસ
- USમાં 24 કલાકમાં 1844 લોકોનાં કોરોનાથી મોત
- UKમાં નવા 30 હજાર કેસ આવ્યા સામે
સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક વધીને 10 કરોડ નજીક પહોંચી ગયો છે. આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોનાનાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહી નવા કેસનો આંક 1.35 લાખ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,844 લોકોનાં કોરોનાનાં કારણે મોત થયા છે. આ સિવાય બ્રિટેનમાં નવા 30 હજાર કેસ સામે આવ્યા છે.
- દેશમાં નવા કેસ સામે રિકવર કેસ એકસમાન
- નવા 13 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર
- દેશમાં હાલ 1.81 લાખ કોરોના એક્ટિવ કેસ
- દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર
- દેશમાં કુલ રિકવરી કેસ 1.03 કરોડ પર
દેશમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. અહી નવા કેસ સામે રિકવર કેસ એક સમાન છે. નવા કેસ 13 હજાર જ્યારે રિકવરી કેસ પણ 13 હજાર નોંધાયા છે. દેશમાં હાલમાં 1.81 લાખ કોરોનાનાં એક્ટિવ કેસ છે. વળી દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર પહોંચી ગયો છે. વળી કુલ રિકવરી કેસ 1.03 કરોડ છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી કોરોનાની ગતી મંદી તો પડી જ છે એટલુ જ નહીં પરંતુ કોરોના ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાબૂમાં પણ આવી રહ્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. દુનિયામાં કોરોનાનાં ખડભડાટ વચ્ચે ગુજરાતમાં ધીમે પણ મક્કમતા સાથેનાં સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોના નામશેષની દિશામાં અગળ વધતો જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંકડો 2 લાખની અંદર છે. ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 1.81 લાખ છે.
Winter / ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 5.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
Corona Update / દેશનું આ રાજ્ય કોરોના મુક્ત થવા તરફ, નવા કેસ 73 જ્યારે એક પણ મોત નહીં
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
