Covid-19/ દેશમાં કોરોનાની અતિ ડરામણી રફતાર, 24 કલાકમાં જ દેશમાં દોઢ લાખ નવા કેસ

ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે નવા કોરોના કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો. એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે.

Top Stories India
Covid-19
  • દેશમાં કોરોનાની અતિ ડરામણી રફતાર
  • 24 કલાકમાં જ દેશમાં દોઢ લાખ નવા કેસ
  • 72 કલાકમાં જ દેશમાં ચાર લાખથી વધુ કેસ
  • દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખ નજીક
  • દેશમાં કોરોનાના કુલ કેસ 3.55 કરોડ
  • 24 કલાકમાં 40 હજાર થયા કોરોના મુક્ત

ભારતમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. રવિવારે નવા કોરોના કેસનો આંકડો દોઢ લાખને વટાવી ગયો. એક દિવસમાં મળી આવેલા કોરોના સંક્રમિતોની આ સૌથી મોટી સંખ્યા છે. રવિવારે 1,59,632 નવા કોરોના કેસ નોંધાયા હતા. વળી, 40,863 દર્દીઓ પણ સ્વસ્થ થયા છે. દરમિયાન, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 327 મોત થયા છે.

આ પણ વાંચો – Covid-19 / કોરોનાની બુલેટ સ્પીડનો ચોંકાવનારો આંક, વિશ્વમાં 96 કલાકમાં જ 1 કરોડ નવા કેસ

દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 10.21% થયો છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 5,90,611 છે, જ્યારે કુલ રિકવરી 3,44,53,603 છે. જ્યારે આ ચેપી રોગને કારણે 4,83,790 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 151.58 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની છેલ્લી બે લહેર ફાટી નીકળ્યા પછી ત્રીજી લહેર વિશે વિચારતા પણ લોકો ડરી રહ્યા છે. વર્ષ 2022 ની શરૂઆતથી જ કોરોનાનાં કેસોમાં અચાનક વધારો થતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે. આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કોવિડ કેસ નોંધાયા છે. આ દરમિયાન 40,863 લોકો સાજા થયા અને 327 લોકોનાં મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાનાં 5,90,611 સક્રિય કેસ છે, જ્યારે કુલ 3,44,53,603 લોકો સંપૂર્ણપણે સાજા થયા છે અને 4,83,790 લોકોનાં મોત થયા છે. પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ તો, તે 10.21% પર યથાવત છે. પ્રથમ અને બીજા ડોઝને જોડીને છેલ્લા 24 કલાકમાં 151.58 કરોડ રસીકરણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ સમયે કોરોનાનો આતંક ભયાનક છે, પરંતુ નવા અભ્યાસમાં ગાણિતિક મોડેલિંગનાં આધારે, એવી ગણતરી કરવામાં આવી છે કે જાન્યુઆરીનાં ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોનાવાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ સૌથી વધુ હશે. અને પછી માર્ચની શરૂઆત સુધીમાં ઘટવા લાગશે. આ ગાણિતિક મોડેલ ભૂતકાળનાં ચેપ, રસીકરણ અને નબળી પ્રતિરક્ષાને પણ ધ્યાનમાં લે છે. ભૂતકાળનાં ચેપ અને રસીકરણ હોવા છતાં, વસ્તીનો મોટો ભાગ હજુ પણ સરળતાથી નવા વેરિઅન્ટનો શિકાર બની શકે છે.