Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા…

  ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં, આ ચેપથી 3.૦7 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસ ચેપગ્રસ્ત 9.56 લાખથી વધુ દર્દીઓનાં જીવ લઈ ચૂક્યો છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને […]

Uncategorized
 

ભારત સહિત 180 થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં, આ ચેપથી 3.૦7 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસ ચેપગ્રસ્ત 9.56 લાખથી વધુ દર્દીઓનાં જીવ લઈ ચૂક્યો છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 54,00,619 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 92,605 નવા કેસ નોંધાયા છે.

આ સમય દરમિયાન દેશમાં 1133 કોરોના ચેપગ્રસ્ત લોકોનાં મોત પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 43,03,043 દર્દીઓ ઠીક થયા છે. 86,752 લોકો મૃત્યુ પામ્યા છે. 10,10,824 સક્રિય કેસ છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તેમા થોડો વધારો થયા પછી 79.67 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 7.67 ટકા છે. દેશમાં પ્રથમ વખત એક દિવસમાં 12 લાખથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. 19 સપ્ટેમ્બરનાં રોજ, 12,06,806 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 6,36,61,060 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

એકલા સપ્ટેમ્બર મહિનામાં જ 17,79,374 સંક્રમણનાં કેસ નોંધાયા છે. આ મહિનામાં 14,51,390 દર્દીઓ ઠીક થયા છે જ્યારે 22,283 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.