દુનિયા હાલમાં કોરોના વાયરસ રોગચાળા સામે લડી રહી છે. વિશ્વભરમાં તેના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વભરમાં વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 1 લાખ 45 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. વળી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 21 લાખને પાર કરી ગઈ છે. ભારતની વાત કરીએ તો અહીં ચેપગ્રસ્ત કેસની સંખ્યા વધીને 13,387 થઈ ગઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છે. વાયરસથી દેશભરમાં 437 લોકો માર્યા ગયા છે, જ્યારે સાજા થતા દર્દીઓની સંખ્યા 1,749 છે.
કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. દરમિયાન, સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમણનો આંક ત્રણ હજારને વટાવી ગયો છે. તેમાંથી 2 હજારથી વધુ કેસ ફક્ત મુંબઇનાં છે. નવીનતમ માહિતી અનુસાર, આજે મુંબઇમાં 107 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પછી આ આંકડો 2043 પર પહોંચી ગયો છે. આ સાથે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં 26 નવા કેસ નોંધાયેલા હોવાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 86 થઈ ગઈ છે. ધારાવીમાં, કોરોનાવાયરસને કારણે નવ લોકોનાં મોત નીપજ્યાં.
દેશમાં કોરોનાનાં વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. જો કે, 20 એપ્રિલથી લોકડાઉન દરમિયાન, એવા વિસ્તારોમાં થોડી છૂટછાટ પણ આપવામાં આવશે, જ્યાં કોરોના કેસ ઓછા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રનાં નામ પર લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઇએ કે, પ્રથમ તબક્કાનાં લોકડાઉનનો અંત 14 એપ્રિલનાં રોજ પૂરો થવાનો હતો, જેને હવે વાયરસનાં ફેલાવને રોકવા માટે લંબાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
