Jamnagar News: જામનગર (Jamnagar) જીલ્લાની જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જામનગર તાલુકા પંચાયતના (Panchayat) મતદાર મંડળ 14-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન 16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યું હતું. જેની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરુ થઇ છે.
સવારે 9:00 કલાકથી ધ્રોલ નગરપાલિકાની મત ગણતરી પ્રાંત અધિકારીની કચેરી ધ્રોલ ખાતે, કાલાવડ નગરપાલિકાની મત ગણતરી કાલાવડ મ્યુનિસિપલ હાઈસ્કુલ, જામજોધપુર નગરપાલિકાની મત ગણતરી મધ્યસ્થ ખંડ, શ્રી એવીડીએસ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, 14-જામવંથલીની મત ગણતરી મામલતદાર કચેરી, જામનગર (ગ્રામ્ય) ખાતે થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે જામનગર જીલ્લાની ત્રણ નગરપાલિકાઓ જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ બેઠકનું કુલ 62.95 ટકા મતદાન થયું હતું. તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ 14-જામવંથલી બેઠકનું 43.94 ટકા મતદાન થયું હતું. આ બેઠકોની મત ગણતરીનો સવારથી પ્રારંભ થઇ ચુક્યો છે.
-સાગર સંઘાણી
આ પણ વાંચો:તલોદ નગરપાલિકા ચૂંટણીમાં સરેરાશ 73 ટકા મતદાન નોધાયું
આ પણ વાંચો:જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સરેરાશ 63 ટકા મતદાન
આ પણ વાંચો:રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન