Not Set/ CWC INDvsNZ Practice Match : ટીમ ઈંડિયાનાં ખેલાડીઓનો ધબડકો, પહેલી જ અભ્યાસ મેચમાં મળી કારમી હાર

ભારતીય ટીમની વિશ્વ કપ પહેલાની શરૂઆત નિરાશાજનક રહી છે. શનિવારે રમાયેલી અભ્યાસ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડે 6 વિકેટથી આસાનીથી હરાવ્યુ હતુ. આ મેચમાં ભારતનાં બેટ્સમેનોની કમજોરીને પકડતા ન્યૂઝીલેન્ડ બોલર ટ્રેંટ બોલ્ટે પોતાની ઝડપ અને સ્વિંગનો પરીચય આપ્યો હતો. પ્રથમ અભ્યાસ મેચમાં ભારતીય ટીમનાં બોલરો પણ પૂરી રીતે ફેઇલ રહ્યા હતા. જો કે કહેવામાં આ અભ્યાસ મેચ […]

Top Stories Sports

ભારતીય ટીમની વિશ્વ કપ પહેલાની શરૂઆત નિરાશાજનક રહી છે. શનિવારે રમાયેલી અભ્યાસ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડે 6 વિકેટથી આસાનીથી હરાવ્યુ હતુ. આ મેચમાં ભારતનાં બેટ્સમેનોની કમજોરીને પકડતા ન્યૂઝીલેન્ડ બોલર ટ્રેંટ બોલ્ટે પોતાની ઝડપ અને સ્વિંગનો પરીચય આપ્યો હતો.

પ્રથમ અભ્યાસ મેચમાં ભારતીય ટીમનાં બોલરો પણ પૂરી રીતે ફેઇલ રહ્યા હતા. જો કે કહેવામાં આ અભ્યાસ મેચ હતી, પરંતુ અહી ભારતીય ટીમની કેવી તૈયારીઓ છે તેની પોલ ખુલી ગઇ છે. ભારતની આગામી અભ્યાસ મેચ મંગળવારે બાંગ્લાદેશ સામે છે. પોતાની ભૂલોને જોતા ટીમ ઈંડિયા બાંગ્લાદેશ સામે સારુ પ્રદર્શન કરશે તે વિશ્વાસ સાથે આગામી મેચ રમવા વિરાટ ટીમ તૈયારીઓમાં લાગી ગઇ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને વિરાટે પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે પૂરી રીતે ઉલટો સાબિત રહ્યો અને ટીમ ઈંડિયાનાં બેટ્સમેનો માત્ર 39.2 ઓવરમાં 179 રન બનાવી શક્યા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 37.1 ઓવરમાં ચાર વિકેટનાં નુકસાને 180 રન બનાવી આસાન જીત મેળવવામાં સફળ રહી હતી.

ભારતનાં દિગ્ગજ બેટ્સમેનો રહ્યા ફેઇલ

ભારતીય ટીમની કમાન સંભાળી રહેલા વિરાટ કોહલી પર બેટીંગની જવાબદારી હતી, પરંતુ તે પણ માત્ર 18 રન બનાવી આઉટ થઇ ગયો હતો. સૌથી ખરાબ પ્રદર્શન ટીમ ઈંડિયાનાં વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનું રહ્યુ હતુ. જ્યા તેઓ 42 બોલમાં માત્ર 17 રન બનાવી શક્યો હતો. જ્યારે દિનેશ કાર્તિક જે ટીમમાં બેટ્સમેન તરીકેની ભૂમિકામાં છે તે પણ માત્ર 4 રન બનાવી પેવેલિયન પહોચ્યો હતો. હાર્દિક પંડ્યાને લઇને ટીમને ઘણી આશાઓ છે પરંતુ તે પણ અહી કોઇ ખાસ છાપ છોડવામાં અસફળ રહ્યો હતો. તેણે 37 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. એક માત્ર રવિન્દ્ર જાડેજા જ મેદાનમાં તોફાની બેટીંગ કરતા 50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છક્કાની મદદથી 54 રન બનાવ્યા હતા.

નંબર 4માં કયો ખેલાડી બેટીંગ કરશે તે મોટો સવાલ

ભારતીય ટીમમાં ચાર નંબર પર કોણ રમશે અને કોણ તે જવાબદારીને સારી રીતે સંભાળશે તેના પર ખાસ નજર રહેશે. જો કે હાલમાં અભ્યાસ મેચ ચાલી રહી છે. ટીમ ઈંડિયા પોતાની કમજોરીને દૂર કરી શકે છે. નંબર ચાર પર લોકેશ યાદવ અથવા વિજય શંકર રમી શકે તેવો અંદાજો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રમાયેલી અભ્યાસ મેચમાં વિજય શંકર ઈજા હોવાના કારણે રમી શક્યો નહતો પરંતુ મળી રહેલી માહિતી મુજબ વિજય શંકર હવે ફીટ છે અને આગામી મેચમાં રમી શકે તેવી સંભાવનાઓ પણ છે.