તિબેટીયન ધર્મ ગુરુ, 14માં દલાઈલામા મુંબઈમાં ત્રણ દિવસની મુલાકાત પર છે. તેઓએ વિધાર્થીઓને ‘મૈત્રી’ વિષય પર સંબોધન આપ્યું હતું. આ કોન્ફરન્સ મુંબઈ યુનીવર્સીટીનાં બુદ્ધિષ્ટ સેન્ટરનાં ફિલોસોફી ડીપાર્ટમેન્ટ દ્વારા યોજવામાં આવી હતી.
દલાઈલામાએ જણાવ્યું કે, અમેરિકા અને ચાઈના દેશનાં મીડિયાનાં લોકો મને પુછતા હોય છે કે, શું બનાવે છે મને ભારતનો પુત્ર ?
Dalai Lama: Media from China & America asked what makes me a son of India. I answered that my brain is filled with thoughts of Nalanda & this physical body survived on India’s dal chapati & dosa. So both physically & mentally I’m from this country, that’s how I’m a son of India pic.twitter.com/wr4UZOvBg0
— ANI (@ANI) December 13, 2018
દલાઈલામાએ જણાવ્યું મે આ સવાલનાં જવાબમાં કહ્યું હતું કે, મારું મગજ નાલંદાનાં વિચારોથી ભરેલું છે અને આ શરીર ભારતની દાળ, રોટલી અને ઢોસા પર નિર્ભર છે. એટલે હું માનસિક અને શારીરિક બંને રીતે આ દેશનો છું અને એટલે જ હું ભારતનો પુત્ર છું.
