Rajkot News: રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ લવ જેહાદને રોકવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ગરબાના પાસ લેવા આવનાર પાસે આધારકાર્ડ લઈને જ પાસ આપવામાં આવી રહ્યા છે.
)
રાજકોટમાં કડવા પાટીદાર સમાજે UD કલબમાં ગરબાનું આયોજન કર્યું છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લવ જેહાદ રોકવા માટે આયોજકોએ મહત્વનો નિર્ણય લીધો છે. ગરબામાં આવનાર તમામના આધારકાર્ડ તપાસમાં આવશે.
UD ક્લબમાં ગરબાનું આયોજન કરનાર પુષ્કર પટેલે કહ્યું, લવ જેહાદની ઘટના રોકવા માટે પાસ લેવા આવનાર પાસે આધારકાર્ડ અને ફોટો માંગવામાં આવી રહ્યો છે. જેનાથી લવ જેહાદ જેવી ઘટના રોકી શકાય. અને ગરબામાં ખૈલૈયાઓને અડચણ ન પડે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
:quality(70)/cloudfront-eu-central-1.images.arcpublishing.com/thenational/JUTFRJAT4ISJJ5SVQ6UFYNW3DI.jpg)
મહત્વનું છે કે રાજકોટમાં કડવા અને લેઉવા પાટીદારોએ અલગ-અલગ સ્થળોએ ગરબાનું આયોજન કર્યું છે. કડવા અને લેઉવા પાટીદારોએ ગરબાનું અલગ-અલગ આયોજન કરતા અનેક તર્કવિતર્ક ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે VHP સહિતના હિન્દુ સંગઠનો ગરબામાં આધારકાર્ડ વગર કોઈને પ્રવેશ ન આપવાની કરી માંગ કરી રહ્યો છે.
આ પણ વાંચો:નવરાત્રિમાં લવજેહાદના કિસ્સા રોકવા, રાજકોટમાં ગરબામાં આધારકાર્ડ-ફોટા પર અપાશે પ્રવેશ પાસ
આ પણ વાંચો:VHP અને બજરંગ દળ લવ જેહાદીઓને ગુજરાતમાં ગરબા કાર્યક્રમમાં પ્રવેશતા અટકાવશે, ચાંપતી નજર રાખશે
આ પણ વાંચો:મોરબી સિરામિક ઉદ્યોગની સાથે લવજેહાદમાં પણ નંબર વન : કાજલ હિન્દુસ્તાની
