દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કેસ નોંધાયા છે. 18 જુલાઈ બાદ નવા કેસોની આ સૌથી ઓછી સંખ્યા છે. આપને જણાવી દઈએ કે, 18 જુલાઇએ 34,884 નવા કેસ નોંધાયા હતા.
દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 79,46,429 પર પહોંચી ગઈ છે. વળી મૃતકો વિશે વાત કરીએ, તો તમારી માહિતી માટે, આપને જણાવી દઇએ કે છેલ્લા 24 કલાકમાં, Covid-19 ને કારણે 488 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃતકોની સંખ્યા 1,19,502 થઇ ચુકી છે.
With 36,469 new #COVID19 infections, India's total cases surge to 79,46,429. With 488 new deaths, toll mounts to 1,19,502.
Total active cases are 6,25,857 after a decrease of 27,860 in last 24 hrs
Total cured cases are 72,01,070 with 63,842 new discharges in last 24 hrs pic.twitter.com/YYENxUZlay
— ANI (@ANI) October 27, 2020
કોરોના જેવા ખતરનાક વાયરસને હરાવીને રિકવરી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,842 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં 72 લાખ (72,01,070) લોકો સંક્રમણથી મુક્ત થઇ ચુક્યા છે. ઓગસ્ટ બાદ સક્રિય કેસ પણ સૌથી ઓછા છે. હાલમાં દેશમાં 6,25,857 કેસ સક્રિય તબક્કે છે, એટલે કે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અથવા ડોકટરોની માર્ગદર્શિકા પર તેઓ હોમ આઈસોલેશનમાં છે.
પોઝિટિવિટી રેટ ઘટીને 4 ટકા (3.80%) થયો છે, રિકવરી દર વધીને 90 ટકા (90.62) થયો છે. મૃત્યુ દર 1.5 ટકા છે, જ્યારે 8 ટકા (7.87) ની નીચે સક્રિય કેસ નોંધાયા છે. આઇસીએમઆર અનુસાર, અત્યાર સુધીમાં 10.44 કરોડ (10,44,20,894) લોકોની કોરોનાની તપાસ થઇ ચુકી છે. છેલ્લા કલાકમાં 9,58,116 લોકોનાં સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે.
