અમદાવાદ,
કાયદાનો તો કોઈને ડર હવે નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. મહિલાઓની છેડતી, બળાત્કાર, ઘરેલુ હિંસા જેવી ઘટનાઓ રોજ-રોજ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં એક યુવતીએ પોતાના પતિ પર વુડુ ડોલથી તાંત્રિક વિધિ કરીને પોતાના પર કાળો જાદુ કર્યો હોવાનો આક્ષેપ પતિ પર કર્યો છે.
મહિલાનો આક્ષેપ છે કે, તેનો પતિ તેના પર કાળોજાદુ કરી રહ્યો છે. વુડુ ડોલ તાંત્રિક વિધિ દ્વારા યુવતીનો પતિ યુવતીને હેરાન કરી રહ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો યુવતી મૂળ જામનગરની નિવાસી છે. જેના લગ્ન આજથી 4 વર્ષ પેહલા વિશાલ કેશવાલા નામના યુવક સાથે થયા હતા. વિશાલ વ્યવસાયે બિલ્ડર છે અને હાલ જામનગરમાં રહે છે.
આ 4 વર્ષના લગ્નજીવન દરમિયાન આરોપી વિશાલ યુવતીને અનેક રીતે હેરાન કરતો હતો. આરોપી વિશાલ પરિણિત હોવા છતાં પણ અનેક યુવતીઓ સાથે સંબંધ ધરાવતો હતો. ત્યારે ફરિયાદીએ એક વખત આરોપી વિશાલને અન્ય યુવતી સાથે વેલેન્ટાઈન ડેના દિવસે હોટેલ પકડ્યો હતો અને ત્યાર બાદ પત્નીએ આ અંગે પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પરંતુ છેલ્લા થોડા સમયથી આરોપી વિશાલ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વુડુ ડોલ દ્વારા બ્લેકમેજીક થાય છે તેવી પોસ્ટ કરતો હતો.
જેથી ફરિયાદી યુવતીએ પોતાનો પતિ આ મેજીક અને પર કરી રહ્યો હોય તેવું લગતા પોલીસ સ્ટેશન અને કોર્ટના દ્વારા ખખડાવ્યા છે. ત્યારે યુવતી દ્વારા તેનો પતિ ડ્રગ્સનું સેવન કરે છે તેવો પણ આક્ષેપ કર્યો છે.
ત્યારે હવે યુવતીને ચોક્કસ ન્યાય મળે તેવી માંગ તે કોર્ટ સમક્ષ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે અને સરકાર દ્વારા પણ યુવતીઓને આવી સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે અનેક નિયમ અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે તેમ છતાં પણ આવી ઘટનાઓ ઘટી રહી છે.
