દિલ્હીમાં મતદાન સમાપ્ત થયા બાદ શનિવારે સાંજે એક્ઝિટ પોલનાં પરિણામો જાહેર થયાં હતાં, લગભગ દરેક એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે આમ આદમી પાર્ટી પાસે દિલ્હીનો તાજ છે, કોંગ્રેસની હાલત બધે ખરાબ દેખાઇ રહી છે. ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવી રહ્યું છે, પરંતુ એક્ઝિટ પોલ્સ અને ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસનાં સુર બદલાયા હોય તેવું લાગી રહ્યુ છે.
દરમિયાન, કોંગ્રેસ સંસદીય પાર્ટીનાં નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરી છે. ભારતીય રાજકારણમાં આવું ભાગ્યે જ બન્યું હોય કે જ્યારે ચૂંટણીમાં પોતાની હારનાં ડર પર સંભવિત વિજય સાથે હરીફ પક્ષની પ્રશંસા કોઇ કરે. અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, જો કેજરીવાલ જીતે છે તો તે વિકાસવાદી એજન્ડાની જીત માનવામાં આવશે. તેમણે કહ્યું કે અમે અમારી તમામ તાકાતથી ચૂંટણી લડવાનું કામ કર્યું છે.
AR Chowdhury, Congress on #DelhiElections2020: We
fought this election with all our strength. In this election, BJP put forth all the communal agendas,& Arvind Kejriwal Ji put forth developmental agendas. If Kejriwal wins, then it will be a victory of the developmental agendas. pic.twitter.com/DbwuodH9uf— ANI (@ANI) February 9, 2020
આ ચૂંટણીમાં ભાજપે તમામ કોમી એજન્ડા આગળ લાવ્યા અને અરવિંદ કેજરીવાલ જીએ વિકાસનો એજન્ડા આગળ મૂક્યો. જો કેજરીવાલ જીતે છે તો તે વિકાસનાં એજન્ડાની જીત હશે. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની સંભાવના પર કોંગ્રેસનાં નેતા પી.સી.ચાકોએ કહ્યું કે તે પરિણામો પર નિર્ભર કરે છે. એકવાર પરિણામો આવશે, પછી અમે તેની ચર્ચા કરીશું. મને નથી લાગતું કે સર્વે સાચો છે. કોંગ્રેસનાં સર્વેનાં અંદાજ કરતાં વધુ સારુ કરે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
