ભારત હાલમાં કોરોના મહામારી વિરુદ્ધ લડી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. આ સંકટનાં સમયે ક્રિકેટથી લોકોને ખુશ કરતી ટૂર્નામેન્ટ આઈપીએલ દેશમાં રમાઇ રહી છે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સનાં બોલર રવિચંદ્રન અશ્વિનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
IPL 2021 / એક શોર્ટ રન વોર્નરની ટીમને પડ્યો ભારે, દિલ્હીને રોમાંચક મેચમાં મળી જીત
આપને જણાવી દઇએ કે, રવિચંદ્રન અશ્વિનનાં ઘરમાં કોરોનાવાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. જેના કારણે અશ્વિને આઈપીએલથી અલગ થઇને આ સંકટનાં સમયે પોતાના ઘરનાં સદસ્યો સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. અશ્વિને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષે હું આઈપીએલથી વિરામ લઈ રહ્યો છું, મારા કુટુંબનાં લોકો અને સંબંધીઓ કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યા છે, તેથી હું સંકટની આ ઘડીમાં મારા પરિવારને મદદ કરવા માંગું છું. મને આશા છે કે હુ જલ્દી જ ક્રિકેટનાં મેદાનમાં પરત ફરીશ જો પરિસ્થિતિ સુધાર આવશે. અશ્વિને ટ્વિટર પર લખ્યું કે, ‘હું આવતી કાલથી આઇપીએલની આ સીઝનમાંથી વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ કોવિડ-19 સામે યુદ્ધ લડી રહ્યું છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો સ્થિતિમાં સુધારો થાય, તો હું ફરીથી પાછો આવીશ. આભાર, દિલ્હી કેપિટલ્સ.’ આપને જણાવી દઇએ કે, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રવિવારે ચેન્નાઇનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જે સુપર ઓવર તરફ દોરી ગઈ હતી.
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals 🙏🙏
— Ashwin 🇮🇳 (@ashwinravi99) April 25, 2021
ક્રિકેટ / પાકિસ્તાનનાં બાબર આઝમે ટી-20 માં વિરાટ અને ફિંચનો આ મોટો રેકોર્ડ તોડ્યો
અશ્વિનનાં આ ટ્વીટ બાદ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને પ્રજ્ઞાન ઓઝાએ ટ્વીટ કરીને અશ્વિનને અભિનંદન પાઠવ્યા છે. પઠાણે ટ્વીટ કરીને લખ્યું છે કે, બધું બરાબર થઈ જશે એશ, આશા છે કે તમારો પરિવાર અને આખો દેશ જલ્દીથી ઠીક થઈ જશે. વળી, પ્રજ્ઞાન ઓઝાએ લખ્યું, મજબૂત બનો એશ, હું ઇચ્છું છું કે તમારા પરિવારનાં બધા લોકો જલ્દીથી સ્વસ્થ થાય. અહેવાલ મુજબ, રવિવારે, અન્ય બે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ તેમની ટીમને જાણ કરી છે કે તેઓએ નિર્ણય લીધો છે કે તેઓ જલ્દી ઘરે જઇ શકે છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં કડક નિયમોને કારણે ખેલાડીઓનાં પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લિવિંગસ્ટોન પહેલાથી જ ઇંગ્લેન્ડ પાછો ગયો છે. જણાવી દઇએ કે, બ્રિટનમાં ભારતીય નાગરિકોનાં આગમન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને જ સ્વદેશ આવવાની મંજૂરી છે, પરંતુ બ્રિટન આવ્યા પછી, તેઓએ પોતાના ખર્ચે ક્વોરેન્ટીનની હોટલમાં રોકાવું પડશે.

